Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

રાજસ્થાનના બિકાનેરમાં ભારે વરસાદ :રેલવેટ્રેક પાણીમાં ગરકાવ :નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજસ્થાનના  બિકાનેરમાં ભારે વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને કારણે લોકોને હાલાકી વધારી દીધી છે. ભારે વરસાદથી શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયા છે તેમજ રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો  રવિવારે સવારે બિકાનેરમાં મેઘ તાંડવ જોવા મળ્યો. જેથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા

(8:39 pm IST)