Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ :ગ્વાલિયરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા : સ્વર્ણરેખા નદીમાં ઘોડાપુર : વાહનો તણાયા

  ફોટો madhya

ભોપાલ :મધ્યપ્રદેશમાં  ભારે વરસાદ વરસી રહ્યો છે.રવિવારે ગ્વાલિયરમાં ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા. શહેરની તરૂણ વિહાર કોલોની, થાટીપુર, સિકંદર કંપૂ, 12 વિઘા જૂની છાવણી અને ગોલ પહાડીયા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

  શહેરની વચ્ચેથી પસાર થતી સ્વર્ણરેખા નદીમાં એટલુ પાણી આવી ગયું હતું કે તેમાં ઘણા વાહનો તણાઇ ગયા. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને રાશન પણ પાણીમાં ડૂબી ગયું હતું .

(8:35 pm IST)