Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

MBBSની જંગી ફીને કારણે મેડિકલના વિદ્યાર્થીઓ ડોક્ટર બને તે પહેલા બને છે 50 લાખના દેવાદાર

નવી દિલ્હી :એક અહેવાલ મુજબ ભારતમાં મેડિકલ શિક્ષણ ફીની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. પ્રાઈવેટ કૉલેજોમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓએ તગડી ફી ભરવા માટે મસમોટી રકમ વ્યાજે લેવી પડે છે. આ કારણે ડોક્ટર બનતા પહેલા જ તેઓ દેવાદાર બની ગયા હોય છે અહેવાલમાં એવું કહેવાયું છે કે  પ્રાઈવેટ કોલેજોમાંથી એમબીબીએસ કરતા ડૉક્ટરીના વિદ્યાર્થીઓ પાંચમા વર્ષનો અભ્યાસ પૂરો કરીને બહાર આવે ત્યાં સુધીમાં 50 લાખ રૂપિયાનું દેવુ હોય છે.

(5:14 pm IST)