Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

ભાજપ સાથે છેડો ફાડનાર સાંસદ ચંદન મિત્રા તૃણુંમુલ કોંગ્રેસમાં જોડાયા.

નવી દિલ્હીઃ બે વાર રાજયસભામાં ચૂટાયેલા સાંસદ અને પૂર્વ ભાજપ નેતા   ચંદન મિત્રા તૃણુમુલ કોંગ્રેમાં સામેલ થઇ ગયેલ છે. મિત્રા અગાઉ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યપદે રહ્યા હતા તેમણે ૧૮ મી જુલાઇએ ભાજપમાંથી  રાજીનામું આપ્યુ હતુ.

મિત્રાની સાથે પૂર્વ સીપીએમ ના સાંસદ મોઇનુલ હુસેન કોંગ્રેસના સબીના યાસ્મીન અને મિઝોરમના એડવોકેટ જનરલ વિશ્વાજીત દેબ પણ તૃણુમુલ કોંગ્રેસમાં જોડાયા છે.

(1:46 pm IST)