Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સરકારી બેંકોના 25 ટકા ATM પૈસા ઉપાડવા માટે ઘણા જોખમી: સરકારનું જ મંતવ્‍ય

નવી દિલ્હી: સરકારી બેંકો દ્વારા સંચાલિત એક ચતુર્થાંશ ATM છેતરપિંડીની બાબતે નબળા સાબિત થઈ શકે છે. સરકારે ઈશારો કર્યો છે કે, આઉટડેટેડ સૉફ્ટવેરના કારણે આ ATM સુરક્ષિત નથી. આ વાત સંસદમાં પૂછવામાં આવેલા સરકારી બેંકો સાથે સંબંધિત એક સવાલના જવાબમાં સામે આવી છે. સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે, સિક્યૉરિટી ફીચરની ઉણપને કારણે ATM ફ્રૉડની શક્યતાઓ રહે છે. જોકે, સરકારે પ્રાઈવેટ બેંકો દ્વારા સંચાલિત ATM વિશે કંઈ જ કહ્યું નથી.

દેશમાં મોટાભાગના ATM પબ્લિક સેક્ટર દ્વારા સંચાલિત છે. સરકારે સંસદમાં જણાવ્યું કે, લગભગ 89% એવા એટીએમ છે જે તેમના દ્વારા સંચાલિત છે. પ્રાઈવેટ બેંકોની વધતી જતી દખલગિરી છતા વર્તમાન સમયમાં 70 ટકા લેવડ-દેવડ સરકારી બેંકોથી થાય છે. તાજેતરના જ કેટલાક મહિનાઓમાં ગ્રાહકોએ ATM ફ્રૉડ વિશે ફરિયાદો કરી છે. ત્યારબાદ RBIએ એડવાઈઝરી રજૂ કરતા બેંકોને નિશ્ચિત સમયમાં સૉફ્ટવેર અપડેટ કરવા માટે કહ્યું છે.

જોકે, બેંકોનું કહેવું છે કે, આ સમય મર્યાદા દરમિયાન આટલા બધા ATM અપડેટ કરવા અઘરું છે. સરકારે સંસદમાં કહ્યું કે, જુલાઈ 2017થી જૂન 2018 દરમિયાન ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ સાથે `જોડાયેલી 25000 હજાર ફરિયાદો મળી છે. પરંતુ કુલ લેવડદેવડની સંખ્યા 861 કરોડ જેની સરખામણીમાં ફરિયાદો ઘણી ઓછી છે.

(1:03 pm IST)