Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

આગામી સામાન્‍ય ચૂંટણીમાં હું NDA સાથે નહિ રહું : લોકોની આકાંક્ષા નથી ફળી :TDSનાં ચંદ્રાબાબુ નાયડુ

નવી દિલ્હીઆંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ એન ચંદ્રાબાબૂ નાયડૂએ આજ રોજ જણાવ્યું હતું કે ભાજપ જો વર્ષ 2019ની ચૂંટણી માટે સંપર્ક કરે તો પણ હવે તેમની પાર્ટી NDAમાં જોડાશે નહિં. તેમણે સાથે જ કહ્યું કે NDA સરકારની વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ "નૈતિકતા વિરુદ્ધ બહુમત"ની લડાઈ રૂપે હતો.

નાયડૂએ વધુમાં જણાવ્યું હતું કે ટીડીપી રાજ્યમાં લોકો માટે ન્યાય સુનિશ્રિત કરવાની ખાતર વર્ષ 2014માં NDAમાં શામેલ થઈ હતી. અમે સત્તા ભૂખ્યા નથી અને અમને કેબિનેટ સીટોની કોઈ આકાંક્ષા નથી રહી. અમે આંધ્રપ્રદેશને ન્યાય આપવા માટે તેમની (ભાજપ સરકાર) સાથે ચાર વર્ષ રાહ જોઈ. પણ તેમણે રાજ્યના લોકો સાથે છળ કર્યું. અમે કેવી રીતે વિશ્વાસ કરીએ કે તે બીજીવાર એવું નહિં કરે.

ચંદ્રાબાબૂ નાયડૂએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, "કાલનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારી નૈતિકતા અને ભાજપના બહુમતની વચ્ચેની લડાઈ હતી." તેમણે અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરવા માટે બીજા વિપક્ષી દળો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. NDA સરકારે શુક્રવારે આશરે 12 કલાક ચાલેલી ચર્ચા પછી અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો હતો. મોડી રાતે 11.10 મિનિટે જ્યારે મતવિભાજન થયું ત્યારે પ્રસ્તાવની તરફેણમાં 126 અને વિરુદ્ધમાં 325 મતો પડ્યા હતા.

(12:34 pm IST)