Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મોટાભાગે જે માર્ગો પર હવાઇ યાત્રા ટ્રેનોની સરખામણીએ સસ્તું થયું છે અને ઓછા સમયમાં મુસાફરી થઇ શકે છે, એવા રૂટો પર લોકોએ ટ્રેનને બદલે હવાઇ મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.: કેગ

કેગે રેલવેની વધતી માગ સાથે ભાડામાં વધારો કરવાની ફ્લેક્સી ફેરની યોજના અંગે પસ્તાળ પાડતાં જણાવ્યું હતું કે એ યોજનાથી પ્રવાસીઓને હવાઇ યાત્રા માટે મજબૂર થવુ પડે છે.

ફ્લેક્સી ભાડા યોજના હેઠળ ટ્રેનોમાં જેમ જેમ સીટ ફુલ થવા માંડે તેમ તેમ ભાડામાં વધારો થવા માડે છે. કેગે માર્ચ 2017ના વર્ષની પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં માગ વધતાં ભાડામાં વધારો કરવાની યોજનાથી આ શ્રેણીની ટ્રેનોમાં પ્રવાસીઓથી થતી આવકમાં ૫૫૨ કરોડ રૃપિયાનો વધારો થયો છે, પરંતુ એ ટ્રેનોમાં 2015-16ની સરખામણીએ 9 સપ્ટેમ્બર 2016થી 31 જુલાઇ 2017 દરમિયાન ઉતારુઓની સંખ્યામાં 6.75 લાખનો ઘટાડો થયો છે.

કેગે વધુમાં કહ્યું છે કે, મોટાભાગે જે માર્ગો પર હવાઇ યાત્રા ટ્રેનોની સરખામણીએ સસ્તું થયું છે અને ઓછા સમયમાં મુસાફરી થઇ શકે છે, એવા રૃટો પર લોકોએ ટ્રેનને બદલે હવાઇ મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે.

કેગે ક્હ્યું કે આ યોજનાની સમીક્ષા કરવી જરૃરી છે, જેથી ફક્ત આવક જ નહીં ઉતારુઓની સંખ્યા પણ વધી શકે. એક સમિતિએ તેનો રિપોર્ટ સોંપ્યો છે પણ તેની ભલામણો પર રેલવે મંત્રાલય વિચાર કરી રહ્યું છે.

(12:34 pm IST)