Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

દિલ્‍હી અમદાવાદમાં રીયલટીના ભાવ ગગડ્યા : જો કે તે સારી નિશાની ગણાવાય છે : ભાવ ઘટશે તો જ વધુ માંગ નિકળશે

નવી દિલ્હી: વર્તમાન વર્ષના જાન્યુઆરી - માર્ચના ત્રિમાસિક ગાળામાં દિલ્હી અને અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભાવમાં અનુક્રમે ૩.૪ ટકા અને ૧.૯ ટકા ઘટાડો નોંધાયો હતો.

૨૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઓલ ઈન્ડિયા હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ (એચપીઆઇ) ૬.૭ ટકા નોંધાયો હતો જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા અને એક વર્ષ પૂર્વે ૧૦.૪ ટકા હતો. વાર્ષિક વૃદ્ધિ દરની દૃષ્ટિએ અલગ અલગ શહેરોમાં ફ્લેટની કિંમતમાં ઉતારચડાવમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોઈ શકાયા હતા.

દરમિયાન ૨૦૧૭ના ડિસેમ્બરમાં પૂરાં થતાં ત્રિમાસિક ગાળામાં ફ્લેટની કિંમતમાં ૭.૬ ટકાનો વધારો નોંધાયો હતો. ફ્લેટના ભાવમાં સૌથી વધુ વધારો કોચીમાં નોંધાયો હતો, એમ રિઝર્વ બેન્કના ૨૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના એચપીઆઇએ દર્શાવ્યું હતું. દસ મુખ્ય શહેરો મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લુરૂ, લખનઉ, અમદાવાદ, જયપુર, કાનપુર અને કોચીમાંથી ઓથોરિટી તરફથી મળેલા હાઉસિંગ રજિસ્ટ્રેશનના આંકડા ઉપર એચપીઆઇ આધારિત છે.

(12:33 pm IST)