Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

બીબીસીના હાર્ડટોક કાર્યક્રમમાં કેન્‍દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું મુસ્‍લીમો ભાજપને મત આપતા નથી : ભારતનો અત્‍યારે ખરાબ સમય ચાલી રહ્યો છે

નવી દિલ્હીભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તાજેતરમાં જ દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે નફરત અને અસહિષ્ણુતાના કારણે આપણી રાષ્ટ્રીય ઓળખને ખતરો છે.

એવામાં બીબીસીનો જાણીતો કાર્યક્રમ 'હાર્ડટૉક' પ્રસ્તુત કરતા સ્ટીફન સકરે ભારતના કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદ સાથે વાત કરી અને પૂછ્યું કે શું આઝાદી મળ્યા બાદ ભારત આજે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે?

સ્ટીફને પૂછ્યું કે હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી બીજેપીના નેતા નરેન્દ્ર મોદી એવા દેશનું નેતૃત્વ કરે છે, જ્યાં 20 કરોડ બિન-હિંદુ લોકો રહે છે અને ભારત જેવા ધાર્મિક વૈવિધ્યતા ધરાવતા દેશમાં વધતા સાંપ્રદાયિક તણાવ, ધૃણા અને નફરતના કારણે દેશના અને વિદેશના ઘણા નિરીક્ષકો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

આ ચિંતાઓને નકારી કાઢતા રવિશંકર પ્રસાદે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકાર 'સૌનો સાથ સૌનો વિકાસ'ના સૂત્રને દિલમાં રાખીને કામ કરે છે.

તો પછી તો પછી જનતાએ ચૂંટેલી ભાજપ સરકારના 282 લોકસભા સાંસદોમાંથી એક પણ સાંસદ મુસ્લિમ કેમ નથી? આ અંગે રવિશંકર પ્રસાદે માન્યું કે ભાજપને મુસલમાનોના વધારે મત મળ્યા નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

    દલિતો અને મુસ્લિમો વિશે વાત કરવી શા માટે જરૂરી છે?

    સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રદ્દ, મોદી સરકાર પાસ

    રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને કરેલી 'જાદુની જપ્પી'નો અર્થ શું?

ભાજપને મુસલમાનોના વોટ કેમ નથી મળ્યા? કે પછી તેઓ મુસલમાનોના વોટ ઇચ્છતા જ નથી? શું હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી ગણાતી બીજેપીને મુસલમાનોના સમર્થનની જરૂર જ નથી?

ભારતમાં મુસલમાનોની વસતી જો આશરે 20 કરોડ છે તો પછી તેમની અવગણના કરવાનું કારણ શું છે?

આ અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભલે મુસલમાનોએ તેમને મત ન આપ્યા હોય પણ તેમની સરકાર હંમેશાં મુસલમાનોના વિકાસ માટે કામ કરે છે.

કાયદા મંત્રીનો દાવો છએ કે તેમની પાર્ટી વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનોના કારણે મુસલમાન લોકો ભાજપને વોટ આપતા નથી.

સત્તા દાનમાં નથી મળી

રવિશંકર પ્રસાદે કહ્યું કે જનતાના જોરદાર સમર્થનથી કેન્દ્ર સરકારમાં સત્તામાં આવેલો ભાજપ, ચાર રાજ્યો સિવાય તમામ રાજ્યોમાં ચૂંટણી જીત્યો છે.

તેમણે કહ્યું "અમને આ બધું દાનમાં નથી મળ્યું, અમે તો જનતાના પ્રેમ અને સહકારથી જ બધું હાંસલ કર્યું છે."

રવિશંકર પ્રસાદનો દાવો છે કે તેમની સરકારે કરેલા વિકાસના કારણે જ જનતાએ તેમને દર વખતે જીતાડ્યા છે. તેમણે પોતાની સરકારે ચલાવેલી અનેક યોજનાઓ પણ ગણાવી.

પણ તાજેતરમાં થયેલી કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના એક નેતાનું નિવેદન તેમના આ દાવાઓ પર પ્રશ્નાર્થ સર્જે છે.

એક ચૂંટણી સભામાં ભાજપના નેતા સંજય પાટીલે કહ્યું હતું કે આ ચૂંટણીના મુદ્દાઓમાં રસ્તા, પાણી જેવા મૂળભૂત પ્રશ્નો નથી. આ ચૂંટણીમાં હિંદુ વિરુદ્ધ મુસ્લિમ છે.

(12:29 pm IST)