Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

કાશ્‍મીરમાં હવે આતંકીઓ પોલીસ સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે : બે મહિનામાં ૩ જવાનોને માર્યા

જમ્મુઆતંકિઓએ જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યા કરી દીધી છે. સલીમની ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ શનિવારે કુલગામના કેમોહ ઘાટ વિસ્તારમાંથી મળ્યો હતો. સલીમનું કુલગામ સ્થિત તેના ઘરમાંથી અપહરણ કરાયું હતું. બે મહિનામાં આ ત્રીજી ઘટના છે, જ્યારે આતંકીઓએ કોઈ જવાનનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હોય.

આ પહેલાં આતંકીઓએ 6 જુલાઈનાં રોજ શોપિયાં જિલ્લામાં કોન્સ્ટેબલ જાવેદ અહેમદ ડાર અને 14 જૂને કલમપોરામાં સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી. સેનાના જણાવ્યા મુજબ સલીમ રજાઓ માણવા પોતાના ઘરે આવ્યા હતા.

(12:26 pm IST)