Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અમેરિકાના સાન ફ્રાન્‍સિસ્‍કોમાં ‘‘જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન'' ચેપ્‍ટરનું લોચીંગ કરાયું: ૨૫૦ જેટલા અગ્રણી જૈન વ્‍યાવસાયિકોની ઉપસ્‍થિતિઃ જૈન કોમ્‍યુનીટીના આર્થિક તથા સામાજીક વિકાસનો હેતુ

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન ફ્રાન્‍સિસ્‍કોમાં ૧૬ જુન ૨૦૧૮ના રોજ ‘‘જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ચેપ્‍ટરનું લોંચીંગ કરાયુ છે. જેનો હેતુ જૈન કોમ્‍યુનીટીના આર્થિક તથા સામાજીક વિકાસને વેગ આપવાનો છે.

આ પ્રસંગે ૨૫૦ જેટલા અગ્રણી જૈન વ્‍યાવસાયિકો હાજર રહ્યા હતા. ઉપરાંત મિલપિટાસ મેયર રિચાર્ડ ટ્રાન, કેલિફોર્નિયા એસેમ્‍બલીમેન ઇન્‍ડિયન અમેરિકન આશા કાલરા, ઓસ્‍વાલ ફાઇનાન્‍સના શ્રી મોતીલાલ ઓસવાલ JITOના શ્રી સંજય લોધા, તેમજ JAINAના પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી પ્રેમ જૈન સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે જૈન ઇન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)ના વિશ્વમાં ૬૬ ચેપ્‍ટર છે. તથા સાત હજાર જેટલા મેમ્‍બર્સ છે.

(9:27 pm IST)