Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ધર્માંતરણ મામલે યોગી લાલઘુમ : આરોપીઓ વિરૂધ્ધ ગેંગસ્ટર - NSA હેઠળ કાર્યવાહી - સંપત્તિ જપ્તીના આદેશ

કૌભાંડ બહાર આવ્યા બાદ સરકાર એકશન મોડમાં

લખનૌ તા. ૨૨ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મપરિવર્તન મામલાને અત્યંત ગંભીરતાથી લઇને આ અંગે મુળ સુધી જઇને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ આરોપીઓ વિરૂધ્ધ ગેંગસ્ટરની કાર્યવાહી કરીને એનએસએ લગાવામાં આવે છે.

ઉત્તરપ્રદેશના નોઇડામાં ધર્માંતરણને લઇ થયેલા ખુલાસા બાદ પ્રદેશની સરકારે સખ્ત વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે એજન્સીઓ આ કેસના મૂળ સુધી જશે, જે પણ તેમાં સામેલ છે તેના પર આકરા પગલાં ભરવામાં આવે.

એટલું જ નહીં મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે દોષિતો પર નેશનલ સિકયોરિટી એકટ (NSA) લગાવામાં આવે સાથો સાથ ગેંગસ્ટર એકટની અંતર્ગત એકશન લેવામાં આવે. જે પણ ધર્માંતરણ કેસમાં આરોપી છે તેની સંપત્તિ જપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ કેસની તપાસ ૨ જૂને ગાઝિયાબાદની મસૂરી પોલીસે શરૂ કરી હતી. ડાસના દેવી મંદિરમાં ઘૂસવાના મામલામાં સેવાદારોએ વિપુલ વિજયવર્ગીય અને તેના સાળા કાસિફને પકડી પોલીસને સોંપ્યા હતા. તેમની પાસેથી કેટલીક સર્જિકલ બ્લેક મળી હતી. જેમાં જાણવા મળ્યું કે તે કપ થેરાપી સાથે જોડાયેલો મામલો છે. જેના કારણે મામલો એટીએસને સોંપવામાં આવતા બન્નેની પુછપરછ કરવામાં આવી તો વિપુલનો ધર્મ પરિવર્તન કરી તેના લગ્ન કાસિમની બહેન સાથે કરાવવાની વાત સામે આવી હતી. આ બાદ એક પછી એક નામ સામે આવ્યા.

ધર્માંતરણના મામલામાં લખનૌના બે લોકોની ધરપકડ પર યુપી એટીએસએ કહ્યું કે આની પાછળ આઈએસઆઈનું ફંડિગ છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ધર્મપરિવર્તન દેશની જનસંખ્યા સંતુલન બગાડવાના હેતુથી કામ થઈ રહ્યું છે.

એટીએસની શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને કેરળમાં આ રેકેટનું મોટું નેટવર્ક છે. આ રેકેટના માધ્યમથી તમામ રાજયોના ૧ હજારથી વધારે લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યાના દસ્તાવેજ મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં લોકો નોઈડા, વારાણસી, કાનપુર, મથુરા, ગાજિયાબાદ અને અન્ય જિલ્લામાં સક્રિય હતા.

(4:22 pm IST)