Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજસ્થાનમાં વસુંધરા રાજેને સીએમ પદનો ચહેરો જાહેર કરવા માંગણી : ભાજપે કહ્યું આ આપણી પરંપરા નથી

પાર્ટીના પ્રદેશ પ્રભારી અરુણ સિંહએ કહ્યું અમારા મારે એક જ ચહેરો છે અને તે છે વડાપ્રધાન મોદી

રાજસ્થાનમાં છેલ્લા એક સપ્તાહથી ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે પાર્ટીના પ્રદેશ પ્રભારી અરુણ સિંહને જયપુર મોકલવામાં આવ્યા છે. વસુંધરા સમર્થકોએ વસુંધરા રાજેને મુખ્યમંત્રી પદનો ચેહેરો જાહેર કરવાની માંગ પર અરુણ સિંહે કહ્યું છે કે ભાજપમાં આ પરંપરા નથી અને અમારા મારે એક જ ચહેરો છે અને તે છે વડાપ્રધાન મોદી.

   પ્રદેશ પ્રભારી અરૂણસિંહએ કહ્યું કે અમે અન્ય રાજ્યોમાં પણ પ્રધાન મંત્રી મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી રહ્યાં છીએ. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં અમે સીએમ ના ચહેરા વગર ચૂંટણી જીત્યા છીએ. મુખ્યમંત્રી બનાવવા સમર્થકોના હાથમાં નથી. સમર્થકો માંગ કરતા રહે છે પરંતુ સીએમના નામ પર ફેંસલો ભાજપનું સંસદીય બોર્ડ નક્કી કરે છે.

 ભાજપના કાર્યાલય બહારથી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાની તસ્વીર હટાવવા પર તેમણે કહ્યું કે પાર્ટી ઓફિસ બહાર ઓફિશિયલ પોસ્ટર લગાવવા પર પ્રોટોકોલ નક્કી છે. જે નેતાને આ વાત સમજમાં નથી આવતી તેને અમે સમજાવી દઈશું.

 

રાજ્યમાં પાર્ટીની અંદર ચાલી રહેલા વિવાદો વચ્ચે સારું સિંહે કહ્યું કે કોણ શું કરી રહ્યું છે તેની બધી જાણકારી કેન્દ્રીય નેતૃત્વને છે અને હું પણ રોજ રાત્રે 9 વાગે રાજસ્થાન સંગઠનના ફીડબેક લઉ છું.

 

અરુણ સિંહનું કડક વલણ વસુંધરા સમર્થકો માટે ચેતવણીના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. જોકે અરુણ સિંહના જયપુર જતા એરપોર્ટ પર તેમને લેવા માટે ધારાસભ્ય કાલીચરણ સર્રાફ અને સુમન શર્મા પહોંચ્યા હતા જે વસુંધરા સમર્થક છે.

છેલ્લા કેટલાંક દિવસોમાં રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજાલ બાદ પૂર્વ મંત્રી ભાવની સિંહ રાજાવતએ પણ કહ્યું હતું કે જે રીતે દેશમાં ભાજપ માટે વડાપ્રધાન મોદી છે તે રીતે રાજસ્થાનમાં ભાજપ માટે વસુંધરા રાજે છે. તેમને કહ્યું કે રાજસ્થાનમાં વસુંધરા રાજે ઉપરાંત કોઈનો ચહેરો નહીં ચાલે. આખી પાર્ટી વસુંધરાના દમ પર સત્તામાં આવી હતી. જો તેઓ નહીં હોય તો ભાજપ સત્તામાં નહીં આવી શકે.

બાદમાં પૂર્વ મંત્રી પ્રતાપસિંહ સંઘવી અને પૂર્વ મંત્રી રોહિતાશ શર્મા પણ સમર્થનમાં ઉતારી આવ્યા હતા. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે 15 ઉમેદવાર ભાજપમાં ફરી રહ્યા છે જેમને કોઈ પૂછતું પણ નથી. હાલના પ્રદેશ નેતૃત્વ અંગે તેમણે કહ્યું કે તેમાંના એક પણ નેતામાં દમ છે જ નહીં.

(12:22 pm IST)