Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

શેરબજારમાં સામાન્ય ઉછાળો, સેન્સેક્સ ૧૪.૨૫ પોઈન્ટ વધ્યો

બજારમાં તેજીની ગતિ ધીમી પડી : નિફ્ટી ૨૬ પોઈન્ટની વૃદ્ધિ સાથે ૧૫,૭૭૨ના સ્તરે બંધ

મુંબઈ, તા. ૨૨ : સપ્તાહના બીજા કારોબાર દિને શેર બજાર સામાન્ય તેજી સાથે બંધ થયું. એક સમયે બજારે સારી વૃધ્ધિ હાંસલ કરી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૧૪.૨૫ પોઈન્ટની તેજીની સાથે ૫૨,૫૮૮.૭૧ના સ્તરે બંધ થયો તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૬.૨૫ પોઈન્ટની વૃધ્ધિ સાથે ૧૫,૭૭૨.૭૫ના સ્તરે બંધ થયો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૨૩૫.૦૭ પોઈન્ટની તેજી સાથે ૫૨૮૦૯.૫૩ના સ્તરે ખુલ્યો. નિફ્ટી ૭૬.૦૦ પોઈન્ટની વધારા સાથે ૧૫૮૨૨.૫૦ના સ્તર પર ખુલ્યો હતો. પછી સેન્સેક્સ કારોબાર દરમિયાન ૫૩૦૦૦ના સ્તરને સ્પર્શ્યો હતો.

આજના મુખ્ય શેરોમાં યૂપીએલ, મારૂતિ, શ્રી સિમેન્ટ, એસબીઆઈ લાઈફ અને વિપ્રોના શેર લીલા નિશાન પર બંધ થયા. તો વળી બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યૂનિલિવર અન નેસ્લે ઈન્ડિયાના શેર લાલ નિશાન પર બંધ થયા.

સોમવારે સમગ્ર દિવસના ઊતાર-ચઢાવ બાદ શેર બજાર લીલા નિશાન પર બંધ થયું. સેન્સેક્સ ૨૩૦.૦૧ પોઈન્ટ પર ૫૨,૫૭૪.૪૬ના સ્તરે બંધ થયું. તો બીજી બાજુ નિફ્ટી ૬૩.૧૫ પોઈન્ટની તેજી સાથે ૧૫,૭૪૬.૫૦ના સ્તરે બંધ થયું હતું.

(9:26 pm IST)