Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અજીવોગરીબ ઘટના

આલેલે... છત્તીસગઢમાં રૂા. ૧૬૦૦ની કિંમતના ૮૦૦ કિલો છાણની ચોરી : પોલીસ કામે લાગી

કોરબા,તા. ૨૨ છત્તીસગઢમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જયાં એક ગામમાંથી ૮૦૦ કિલો છાણની ચોરી થઇ છે. આવી વિચીત્ર ઘટના ઘટ્‍યા બાદ ગામજનોએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી હતી. રવિવારે આ વાતની જાણ થતા પોલીસ હરકતમાં આવી હતી. એક અધિકારીએ જણાવ્‍યું કે, અડધી રાત્રે ૮૦૦ કિલો ગાયનું છાણ ચોરાઇ ગયુ હતુ. જેની કિંમત ૧૬૦૦ રૂપિયા છે. 

ઉલ્લેખનીય છે કે, આ છાણનો ભાવ ૧૬૦૦ રૂપિયા છે અને ધારા ૩૭૯ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. ગયા વર્ષે કોરિયા જિલ્લાના મનેન્‍દ્રગઢ વિકાસખંડના એક ગામમાં બે ખેડૂતોના ખેતરમાં રહેલું ૮૦૦ કિલો છાણ ચોરી લીધુ હતુ. છાણનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે અને રાસાયણિક ખાતરથી સારુ છાણનું ખાતર માનવામાં આવે છે. ખેડૂત આ છાણને ૬ મહિના સુધી ભેગુ કરે છે અને બાદમાં તેનું ખાતર બનાવી લે છે. તેની સાથે જ ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ છાણનો ઉપયોગ થાય છે. રાજ્‍ય સરકાર એક યોજના હેઠળ બે રૂપિયે પ્રતિ કિલો છાણ ખરીદે છે. જે અત્રે નોંધનીય છે.

(10:33 am IST)