Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

૬ રાજ્યોમાં આંતરિક ડખ્ખાથી કોંગ્રેસ હેરાન - પરેશાન

પંજાબ - રાજસ્થાન - કેરળ - આસામ - ઝારખંડ - ગુજરાતમાં લાગેલી આગ કેમેય કરીને શાંત થતી નથી : એક જ સવાલ ? શું સોનિયા - રાહુલ આગ ઠારી શકશે કે પછી પક્ષમાં વધુ ફુટ પડશે

નવી દિલ્હી તા. ૨૨ : પંજાબમાં ચાલુ રહેલોઅમરિંદર સિંહ અને નવજોત સિંહ સિધ્ધુનોવિવાદ હવે ચરમસીમા એ પહોંચ્યો છે. કેપ્ટન ખુદ દિલ્હીમાં છે અને આજે સમિતિની પાસે રજૂ થશે. જોકે પંજાબ જ એકલું એવું રાજય છે જયાં કોંગ્રેસમાં આટલી માથાકૂટ થઇ રહી છે. એવા લગભગ અડધો ડઝન રાજય બની ગયા છે જયાં આંતરિક કલેશના લીધે કોંગ્રેસ હેરાન પરેશાન છે. અગાઉ રાજસ્થાનના પૂર્વ નાયબ સચિન પાયલટ પણ દિલ્હી આવ્યા હતા અને કર્ણાટક ચીફ ડી કે શિવકુમાર પણ હાજર હતા. એક બાજુ પાયલટ અશોક ગેહલોતની સાથે કામ કરવા રાજી નહોતા તો બીજી બાજુ ડી કે શિવકુમાર પણ તેમના સહયોગીના સિદ્ઘારમૈયાના સમર્થકોથી ખુબજ નારાજ છે. પક્ષ રાજય એકમમાં સાઈડલાઈન હોવાથી નાખુશ કેરળના પૂર્વ નેતા પ્રતિપક્ષ રમેશ ચેન્નીથલા પણ ગયા સપ્તાહે રાહુલ ગાંધીનેમળીને ગયા છે. બીજી બાજુ ઝારખંડમાં કોંગ્રેસનીમહત્વપૂર્ણ સહયોગી જેએમએમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન પણ ગાંધી પરિવારને ન મળ્યા બાદ રાંચી પાછા ફર્યા હતા. આસામમાં પણ કોંગ્રેસના પસંદગી પામેલા વિધાયકે બીજેપીનું દામન છોડીને બીજેપીમાં જશે.

 પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પક્ષ આલકમાનને સ્પષ્ટ રીતે જણાવી દીધૂ છે કે તેઓઅસંતુષ્ટ નવજોત સિંહનેકોઈ મહત્વનું પદ આપશે નહીં. પંજાબ અંગે બનેલી ત્રણ સભ્યોની બનેલી સમિતિનીસામે પણ અમરિંદર સિંહ પણ સ્પષ્ટ કહી ચુકયા છે કે તેઓસિંધુને નાયબ મુખ્યમંત્રી કે પ્રદેશ અધ્યક્ષ બનાવશે નહીં. માનવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવાર સિધ્ધુનાપક્ષમાં છે. જોકે કેપ્ટન પણ તેમની વાત પર અડગ છે.કેપ્ટન એક વાર ફરી આજે દિલ્હીમાં ત્રણ સભ્યોની કમિટી સાથે મુલાકાત કરશે.

૨ મે એ પ્રદેશમાં આવેલા ચૂંટણી પરિણામોમાં પક્ષની હાર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ રામચંદ્રનને પદ પરથી હટાવામાંઆવ્યા હતા. આ ઉપરાંત વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલાને પણ હટાવામાંઆવ્યા છે. ચેન્નીથેલા કેમ્પના નેતાઓનું માનવું છે કે ભલે તેમને પદ પરથી હટાવામાં આવ્યા છે. પરંતુ વિદાય સમ્માનજનકરહી નહોતી. આ ઉપરાંત તેમને નારાજગી વ્યકત કરીને સોનિયા ગાંધીને પત્ર લખ્યો.

વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આસામમાં પણ પક્ષના લોકોને તેમનાજ લોકોને નારાજગી વ્યકત કરવી પડી રહી છે. ઝારખંડમાં મુશ્કેલી વધી રહી છે. ઝારખંડમાં કોંગ્રેસ અને ઝારખંડ મુકિત મોરચો ના ગઢબંધનમાં પણ બધું ઠીક નથી. જેએમએમનેતાઅને મુખ્યમંત્રી હેમંત સોરેન દિલ્હીમાં પાંચ દિવસ સુધી રહ્યા બાદ રાંચી પહોંચ્યા હતા. ગુજરાતમાં પણ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે. હાર્દિકે ખુદ આપમાં જવાની અટકળોને ફગાવી દીધી છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે અંદાજે બે વર્ષ બચ્યા છે. પરંતુ ત્યાં કોંગ્રેસ નેતૃત્વની કમી છે.

(10:17 am IST)