Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વર્લ્ડકપ : અફઘાનિસ્તાન સામે રોમાંચક મેચમાં ભારતનો છેલ્લા દડે 11 રને શાનદાર વિજય:

અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંકસામે 49.5 ઓવરમાં 213 રને ઓલ આઉટ

 

સાઉથમ્પ્ટનઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારતનો છેલ્લા બોલે શાનદાર વિજય થયો છે ભારત વતી વિરાટ કોહલી (67) અને કેદાર જાધવ (52)ની અડધી સદીની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

 મોહમ્મદ શમીની અંતિમ ઓવરમાં હેટ્રિકની મદદથી ભારતે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ચોથો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 1 મેડન સાથે 40 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી

ભારતે આપેલા 225 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાન ટીમે 20 રનના સ્કોર પર હઝરતુલ્લાહ ઝઝઈ (10)ની વિકેટ ગુમાવી હતી. શમીએ તેને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ રહમત શાહ અને ગુલબદીને ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન ગુલબદીન નાઇબ (27) રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. તેણે 42 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા

ત્યારબાદ રહમત શાહ અને હસ્મતુલ્લાહ શાહિદીએ ઈનિંગને સંભાળતા ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. બંન્ને બેટ્સમેનો સેટ થઈ ગયા હતા. ત્યારે કેપ્ટન કોહલીએ જસપ્રીત બુમરાહને બોલ આપ્યો હતો. બુમરાહે એક ઓવરમાં અફઘાનિસ્તાનને બે ઝટકા આપ્યા હતા. રહમત શાહ (36) અને શાહિદી (21)ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા

 

(11:12 pm IST)