Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઓરિસ્સામાં બીજેપીના રાજયસભાના ઉમેદવાર અશ્વિની વૈષ્ણવનું સમર્થન કરશે બીજેડી

         ઓરિસાના મુખ્યમંત્રી અને બીજેડી પ્રમુખ નવિન પટનાયકએ એલાન કર્યુ છે કે એમની પાર્ટી રાજયમાં ખાલી થયેલ  ત્રણમાંથી એક રાજયસભા સીટ પર બીજેપી ઉમેદવાર અને પૂર્વ નૌકરશાહ અશ્વિની વૈષ્નવનું સમર્થન કરશે.

         એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અને ગૃહમંત્રી અમિત શાહએ એમને વાતચીતમાં વૈષ્ણવને સમર્થન આપવાની અપીલ કરી હતી.

         વૈષ્ણવ પૂર્વ પીએમ બાજપાઇના ખાની સચિવ રહી ચૂકયા છે. પૂર્વ આઇએએસ  અફસર વૈષ્ણવ અત્યારે ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે.

(11:07 pm IST)