Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું : ભાટપારામાં ફરી ઘર્ષણ: બોમ્બ ફેંકાયા :લાઠીચાર્જ

ઘર્ષણ થતા ઘટના સ્થળે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરાયા

 

કોલકતા ;પશ્ચિમ બંગાળમાં  ભાજપના પ્રતિનિધિમંડળના ગયા બાદ ભાટપારામાં ફરીથી ઘર્ષણ શરૂ થયો છે આ  ઉપરાંત બોમ્બ પણ ફેંકવામાં આવ્યો છે. હિંસાને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. ઘટના સ્થળે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એસ. અહલૂવાલિયાના નેતૃત્વમાં ભાજપનું એક ત્રણ સભ્યો વાળું પ્રતિનિધિમંડળ શનિવારે હિંસા પ્રભાવિત ભાટપારા પહોંચ્યું હતું. જ્યાં બે સમૂહો વચ્ચે સંઘર્ષમાં બે લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે અન્ય ઘાયલ થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ સમૂહ તૃણમૂલ કોંગ્રેસ અને ભગવા દળથી સંબંધિત હતા.

ભાજપાના કેન્દ્રીય નેતૃત્વે બંગાળથી આવનાર સાંસદ અહલૂવાલિયાના નેતૃત્વવાળા દળથી ઉત્તરી 24 પરગનાના ભાટપારાનો પ્રવાસ કરવા કહ્યું હતું. તેમની સાતે સાંસદ સત્યપાલ સિંહ અને બીડી રામ હતા. આ ઉપરાંત રાજ્યના કેટલાક નેતા પણ હાજર હતા. સત્યપાલ સિંહ અને બીડી રામ પૂર્વ પોલીસ અધિકારી છે અને ક્રમશ: ઉત્તરપ્રદેશ અને ઝારખંડના સાંસદ છે.

-- 

(9:49 pm IST)