Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વારાણસીના બલિયાની યુવતિ ઉપર દુષ્‍કર્મ આચરનાર દોઢ મહિનાથી ગાયબ રહેલા ધોસીના બીએસપી સાંસદ અતુલ રાયનું આત્મસમર્પણ

વારાણસી: દુષ્કર્મના એક કેસમાં દોઢ મહિના કરતા પણ વધુ સમયથી ગાયબ રહેલા ઘોસીના  બીએસપી સાંસદ અતુલ રાયે વારાણસી કોર્ટમાં આજે સમર્પણ કર્યું. કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જિલ્લા જેલ મોકલી દીધા છે. આરોપી સાંસદ અતુલ રાયે અત્યાર સુધી સંસદમાં શપથ લીધા નથી. આ અગાઉ અતુલ રાયની સંપત્તિ ટાંચમાં લેવા માટેની નોટિસ પણ તેમના ઘરે પાઠવી દેવાઈ છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે યુપીના ઘોસી લોકસભા બેઠકથી ભાજપના સાંસદ અતુલ રાયની ધરપકડ પર રોક  લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટના આ ચુકાદા બાદ અતુલ રાયે પોતાની અરજી પાછી ખેંચી હતી. અતુલ રાયે આગોતરા જામીન માટે અરજી કરી હતી.

અતુલ કુમાર રાય પર બલિયાની એક યુવતીએ રેપ, દગાબાજી અને ધમકી આપવા સહિત અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ બનારસના લંકા પોલીસ સ્ટેશનમાં અતુલકુમાર રાય વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એફઆઈઆર મુજબ અતુલ રાય યુવતીને લંકા સ્થિત એક એપાર્ટમેન્ટમાં ફોસલાવીને લઈ ગયા અને તેનું શારીરિક શોષણ કર્યું. યુવતીએ તેમના ઉપર એવો પણ આરોપ લગાવ્યો છે કે બસપા નેતાએ દુષ્કર્મની ઘટના બાદ તેના પર મોઢું બંધ રાખવાનું દબાણ કર્યું હતું.

લોકસભા ચૂંટણી 2019માં બીએસપીએ જે 10 બેઠકો જીતી છે, તેમાંથી એક યુપીની ઘોસી બેઠક છે. ચૂંટણી દરમિયાન મતદારો એ જદ્દોજહેમતમાં રહ્યાં કે આખરે મત કોને આપવાનો છે, અતુલ રાય ક્યાં ગાયબ છે? જો કે શરૂઆતમાં તેમણે અહીં થોડા સમય સુધી પ્રચાર કર્યો પરંતુ ત્યારબાદ ગાયબ થઈ ગયા હતાં.

ઘોસી લોકસભા બેઠકથી બીએસપીના સાંસદ અતુલ રાયે ભાજપના હરિનારાયણ રાજભરને એક લાખ મતોથી હરાવ્યાં હતાં.

(5:04 pm IST)