Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

લાલુ ભારે ભીંસમાં પરિવારની બેનામી સંપતિ થશે જપ્ત

નવી દિલ્હી, તા. રર :  આવકવેરા વિભાગે લાલુ પરિવાર પર સકંજો કસવાનું શરૂ રાબડી દેવી સાથે જોડાયેલી બેનામી સંપતિ જપ્ત કરવામાં આવશે. આ કાર્યવાહીમાં બિન કાયદેસરના બેંક ખાતાઓની સાથે જ ફેર ગ્લો હોલ્ડીંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલ મકાનને પણ જપ્ત કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.

જણાવાઇ રહ્યું છે કે આવકવેરા વિભાગે આ કાર્યવાહી માટે અંતિમ મહોર મારી દીધી છે અને ટુ઼ંક સમયમાં જ પગલાઓ લેવામાં આવશે. જણાવી દઇએ કે આ સંપતિ પટના હવાઇ મથકની નજીક જ આવેલી છે. આ મકાનમાં ફેર ગ્લો હોલ્ડીંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચાલી રહી હતી.

ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં લાલુ યાદવના મોટા પુત્ર તે જ પ્રતાપ યાદવ, નાના પુત્ર તેજસ્વી યાદવ, પુત્રી રાગિણી અને ચંદા ડાયરેકટર તરીકે કામ કરતા હતા. તે લોકો ર૦૧૪ થી ર૦૧૭ સુધીના ગાળામાં ડાયરેકટર પદે હતા.

આવકવેરા વિભાગે ગઇકાલે લાલુ પરિવાર સાથે સંકળાયેલ બેનામી સંપતિ અને બેનામી બેંક ખાતાઓની જપ્તી પર અંતિમ મહોર લગાવી દીધી છે.

(3:42 pm IST)