Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

છ એકરના ખેતરમાં ક્રોપ-આર્ટ દ્વારા બનાવી શિવાજી મહારાજની છબિ

પુણે તા. રરઃ રંગોળી-આર્ટિસ્ટ તરીકે દેશભરમાં પ્રસિદ્ધ થયેલા મહારાષ્ટ્રના મંગેશ નિપણીકરે આ વખતે તેની કલાનું ફલક જબરૃં વિસ્તારી દીધું છે. મંગેશે લાતુર જિલ્લાના નિલાંગ ગામમાં આવેલા ૬ એકરના ભર્યાભાદર્યા ખેતરમાં કલાકારીનાં કામણ પાથર્યા છે. પહેલા ઉભો પાક તૈયાર કરીને એની એવી રીતે છટણી કરવામાં આવી છે જેથી મરાઠાઓની આન-બાન અને શાન ગણાતા છત્રપતિ શિવાજી મહારાજની છબિ ઉભરી આવે. આ મનોહર દૃશ્ય ગુગલ-મેપમાં સેટેલાઇટ વ્યુમાં સ્પષ્ટ જોઇ શકાય છે. એક સોશ્યલ મીડિયા-યુઝરે ટ્વિટર-અકાઉન્ટ પર ગૂગલ-મેપમાં શિવાજી મહારાજની પ્રતિમા દર્શાવતો વિડિયો શેર કર્યો હતો, જે ૩૦૦૦ થી વધુ વાર રીટ્વીટ થઇ ચૂકયો છે અને લગભગ એક લાખ લોકોએ જોયો છે. તેમ પણ ગૂગલ મેપ પર શિવાજી મહારાજ ફાર્મ પેઇન્ટિંગ કરીને આ ક્રોપ-આર્ટને લાઇવ જોઇ શકો છો.

(3:41 pm IST)