Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભારતીય આભૂષણોના ઇતિહાસ સમી ૪૦૦ જવેલરી વેચાઇ લગભગ ૭.પ૯ અબજમાં

ન્યુયોર્ક તા. રરઃ ગયા બુધવારે ન્યુયોર્કમાં ક્રિસ્ટીઝ ઓકશન હાઉસ દ્વારા ભારતીય પૌરાણિક દરદાગીનાઓનું મેગા ઓકશન યોજાયું હતું. જેમાં ૭.પ૯ અબજ રૂપિયાનું કલેકશન થયું હતું. આ ખજાનામાં ભારતીય રાજા-રજવાડાઓ અને મુગલ સમ્રાટોના સમયની મોતી, હીરા અને કીંમતી સ્ટોન્સની જવછેલરીનો સમાવેશ હતો. હૈદરાબાદના નિઝામ મીર ઓસ્માનની એક તલવાર ૧૩.૪ કરોડ રૂપિયામાં વેચાઇ હતી, જયારે ગોલકુંડાની ખાણોમાંથી નીકળેલો પર.પ૮ કેરેટનો મિરર ઓફ પેરેડાઇઝ ડાયમન્ડ ૪પ કરોડ રૂપિયામાં વેચાયો હતો.

હૈદ્રાબાદના નિઝામનો ૩૩ ડાયમન્ડવાળો એન્ટિક નેકલેસ ૧૦.પ કરોડમાં વેચાશે એવો નિષ્ણાતોનો અંદાજ હતો, પણ એ ૧૭ કરોડ રૂપિયામાં વેચાયો હતો. નિઝામના પરિવારજનો મીર નજફ અલી ખાતે ઓનલાઇન ઓકશન નિહાળ્યું હતું. આ ચીજોમાં ૧૭ કેરેટનો એક અર્કાટ ટૂ તરીકે જાણીતો ગોલકુંડાનો નવાબી હીરો ર૩.પ કરોડ રૂપિયામાં વેચાયો હતો.

ઇન્દોરના મહારાજા યશવંતરાય હોળકર દ્વિતીય સાથે સંકળાયેલો એક હાર ૧.૪૪ કરોડમાં અને જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીની હીરાની વીંટી ૪.૪પ કરોડ રૂપિયામાં વેચાઇ ગઇ.

(3:41 pm IST)