Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મમતાને ભીંસમાં લેવા ભાજપની રણનીતિ : હિંસાની તપાસ માટે સાંસદોની ટીમ પહોંચી બંગાળ

નવી દિલ્હી, તા. રર : પશ્યિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તાર ભાટપારાની મુલાકાત કરવા માટે ભાજપના સાંસદોનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ કોલકત્ત્।ા પહોંચી ગયું છે. ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા પશ્યિમ બંગાળથી સાંસદ એસએસ આહલુવાલિયાએ કહ્યું કે આ હિંસાથી ગૃહમંત્રી અમિત શાહ દુૅંખી છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમિત શાહ હિંસાની દ્યટનાઓથી આહત છે. અમે તેમને રિપોર્ટ સોપીશું. આહલુવાલિયાની સાથે ભાજપ સાંસદ સત્યપાલ સિંહ અને બીડી રામ પણ છે. શાહ દ્વારા મોકલેલા પ્રતિનિધિમંડળથી ટીએમસીવાળા નારાજ છે અને ભાજપની આ મુલાકાતનો વિરોધ કર્યો.

આહલુવાલિયા એ આગળ કહ્યું કે આ પ્રકારની દ્યટનાઓ માત્ર પશ્યિમ બંગાળમાં જ થઇ રહી છે. આ કેસમાં સંબંધિત લોકો સાથે વાત કરીશું અને અમિત શાહને રિપોર્ટ સોંપીશું. આપને જણાવી દઇએ કે અથડામણમાં બે લોકોના મોત થયા બાદ પશ્યિમ બંગાળના ઉત્ત્।ર ૨૪ પરગના જિલ્લાના ભાટપારામાં સ્થિતિ તંગદિલી ભરેલી છે. ભાજપ સતત આ હિંસામાં મમતા સરકાર પર નિશાન સાંધી રહ્યું છે. ભાજપના આ સાંસદોનો બંગાળના બીજા નેતાઓની સાથે ભાટપારા પહોંચવાનો હવે કાર્યક્રમ છે.

પશ્યિમ બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી એ ચિંતા વ્યકત કરી છે કે માત્ર ભાટપારા નહીં પરંતુ આખા રાજયમાં શાંતિ બનાવી રાખવાની જરૂર છે. ભાટપારા અને જગદ્દલ ક્ષેત્રોમાં શુક્રવારના રોજ દુકાનો અને બજાર બંધ રહ્યા હતા. આ વિસ્તારમાં ૧૪૪દ્ગક કલમ લાગૂ છે.

ટીએમસીના જિલ્લા અધ્યક્ષ અને રાજય મંત્રી જયોતિપ્રિય મલિકે કહ્યું કે આ મુલાકાતનો ઉદેશ આગમાં દ્યી હોમવા જેવું છે. અમે પોલીસ પ્રશાસનને પણ અપીલ કરીશું કે તેઓ સાવધાન રહે કારણ કે ભાજપનો મુખ્ય ઉદ્દેશ હિંસા પેદા કરવાનો છે.

(3:40 pm IST)