Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સૌથી વધુ ઇ-વેસ્ટ પેદા કરનારા ટોપ-5માં દેશોમાં ભારતનો પણ સમાવેશ

ઈ-વેસ્ટમાં 70 ટકા કમ્પ્યુટર ઉપકરણો અને દૂરસંચારનાં ઉપકરણો 12 ટકા હિસ્સો

નવી દિલ્હી : વિશ્વમાં સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા કરનાર ટોચના પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થયો છે ભારતમાં પેદા થતા ઈ-વેસ્ટમાં 70 ટકા કમ્પ્યુટર ઉપકરણો હોય છે, જ્યારે દૂરસંચારનાં ઉપકરણો 12 ટકા હોય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં રિપોર્ટ અનુસાર, દુનિયામાં લગભગ 600 લાખ મેટ્રિક ટન ઈ-વેસ્ટ હોવાનો અંદાજ છે. 2005માં ભારતમાં 1.47 લાખ મેટ્રિક ટન ઈ-વેસ્ટ પેદા થયો હતો. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ 21.50 લાખ ટન ઈ-વેસ્ટ પેદા થાય છે, જે ખુબ ચિંતાજનક પ્રમાણ છે.

  દેશમાં ઈ-વેસ્ટ ( Electronic waste ) નાં પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા કરતા પાંચ દેશોમાં ભારત (India) નો પણ સમાવેશ થાય છે. ભારત ઉપરાંત આ યાદીમાં ચીન, અમેરિકા, જાપાન અને જર્મની પણ છે. દુનિયાભરમાં દર વર્ષે ઈ-વેસ્ટનું પ્રમાણ 3.15 ટકાનાં દરથી વધી રહ્યું છે. ઈ-વેસ્ટનાં તમામ કાચા માલની કિંમત 2016માં અંદાજે 61.05 અબજ ડૉલર હતી, જે દુનિયાનાં મોટા ભાગનાં દેશોનાં જીડીપી કરતા પણ વધારે છે.

  સામાન્ય રીતે આપણે જે ઈલેક્ટ્રૉનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તે ખરાબ થઈ જાય ત્યારે તેને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. ઈ-વેસ્ટનાં કાયમી નિકાલની કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી તેને કચરામાં ફેંકવામાં આવે છે. આજે ભારતમાં હજારો કમ્પ્યુટર, મોબાઈલ ફોન, પ્રિન્ટર, ફોટોકૉપી મશીન, ઈન્વર્ટર, એલસીડી ટેલીવિઝન, રેડિયો, ડિજિટલ કેમેરા, મધર બોર્ડ, માઉસ, ચિપ, સિમકાર્ડ, વૉશિંગ મશીન, કી-બોર્ડ, ઈયરફોન, ચાર્જર જેવા ઉપકરણો જૂના કે ખરાબ થઈ જાય ત્યારે તેને ફેંકી દેવાનો રિવાજ છે.

  અભ્યાસ અનુસાર, ભારતમાં પેદા થતા ઈ-વેસ્ટમાં 70 ટકા કમ્પ્યુટર ઉપકરણો હોય છે, જ્યારે દૂરસંચારનાં ઉપકરણો 12 ટકા હોય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં રિપોર્ટ અનુસાર, દુનિયામાં લગભગ 600 લાખ મેટ્રિક ટન ઈ-વેસ્ટ હોવાનો અંદાજ છે. 2005માં ભારતમાં 1.47 લાખ મેટ્રિક ટન ઈ-વેસ્ટ પેદા થયો હતો. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ 21.50 લાખ ટન ઈ-વેસ્ટ પેદા થાય છે, જે ખુબ ચિંતાજનક પ્રમાણ છે.

(1:51 pm IST)