Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગૂગલે મહાન કલાકાર અમરીશ પુરીની યાદમાં બનાવ્યુ ડૂડલ

ભારતીય સિનેમાના યાદગાર વિલન તરીકે યાદ કરાયા

મુંબઈ : ગૂગલે આજ મહાન કલાકાર અમરીશ પુરીને યાદ કરીનેડૂડલ બનાવ્યુ છે. આજે અમરીશ પુરીનો 87મો જન્મદિવસ હોવાથી તેમની યાદમાં આ ડૂડલ બવાવ્યુ છે. અમરીશ પુરીને ભારતીય સિનેમાના યાદગાર વિલન તરીકે યાદ કરવામાં આવે છે.

  ભારે ભરખમ અવાજ અને વિચિત્ર ગેટઅપ અને ચહેરા પરના એક્સપ્રેશન પરથી કોઈ પણના માનસ પટ પર એક આગવી આભા ઉભી કરનાર આ દિગ્ગજ કલાકારને ભારતીય સિનેમા ક્યારેય નહી ભૂલી શકે.એક્ટિંગના ક્ષેત્રે તેમને સિદ્ધિ સાપડેલી હતી.

   આજનુ ડૂડલ પુણેના એક ગેસ્ટ આર્ટિસ્ટ દેબાંગ્શુ મોલિક દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જે 1932માં પંજાબમાં જન્મેલા મશહૂર અભિનેતા અમરીશ પુરીના જીવન પર તેમની વિરાસતને સેલિબ્રેટ કરી રહ્યુ છે.

  અમરીશ પુરી બોલિવૂડના એક એવા વિલન હતા જે ફિલ્મોમાં હીરો પર ભારે પડતા જોવા મળતા હતા. અમરીશ પુરીની 'મિસ્ટર ઈન્ડિયા', 'નગીના', 'નાયક', 'દામિની' અને 'કોયલા' જેવી ફિલ્મ્સમાં એક્ટિંગને ભુલાવવી અશક્ય જેવું છે. 80-90ના દાયકામાં અમરીશ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળતા.400થી વધુ ફિલ્મોમાં કામ કરી અમરીશ પુરી ઘણા લોકપ્રિય થયા. અમરીશ પુરીએ હિન્દી ફિલ્મો સિવાય મરાઠી, પંજાબી મલયાલમ સહિત બીજી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. પોતાના શાનદાર અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરનારા અમરીશ પુરીએ 12 જાન્યુઆરી 2005ના મુંબઈમાં અંતિમ શ્વાસ લીધાહતા .

(1:36 pm IST)