Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પાકિસ્તાન ટેરર ફંડિગ પર પ્રતિબંધ લગાવે, નહિ તો પરિણામ ભોગવવા તૈયાર રહે

FATF એ પાકિસ્તાનને આપી છેલ્લી ચેતવણી આતંક પર એકશન માટે

ઇસ્લામાબાદ, તા. રર : આતંક પર એકશન માટે ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને છેલ્લી ચેતવણી આપી દીધી છે. ફ્લોરિડામાં મળેલ એફએટીએફની બેઠકમાં પાકિસ્તાને આતંકની સામે કાર્યવાહી માટે ઓકટોબર 2019 સુધીમાં ડેડલાઇન નક્કી કરી છે. એફએટીએફની તરફતી ઇસ્લામાબાદ માટે રજૂ કરાયેલી ચેતવણીએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની આશંકાને વધુ મજબૂત કરી દીધી છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડોનમાં તુર્કીની સમાચાર એજન્સીના હવાલે પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે તુર્કી જ એક માત્ર દેશ હતો જેને ઇસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરવાનો વિરોધ કર્યો.

ભારત દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ પોતાનનું સમર્થન આપ્યું છે. રિપોર્ટના મતે પાકિસ્તાનની સાથે લાંબા સમયથી ઉભા રહેલા ચીને આ મીટિંગમાં અંતર રાખ્યું છે. ભારત એફએટીએફની એશિયા-પેસિફિક જોઇન્ટ ગ્રૂપનું કો-ચેર સભ્ય છે. એફએટીએફના નિર્દેશોના મતે પાકિસ્તાની આતંકી સંગઠનો વિરૂદ્ઘ કાર્યવાહી અને મની લોન્ડ્રિંગ રોકવા માટે ઉઠાવામાં આવેલા પગલાંની સમીક્ષા ભારત પણ કરે છે.

પાકિસ્તાન છેલ્લાં એક વર્ષથી FATF¨ને ગ્રે લિસ્ટમાં છે અને તેને ગયા વર્ષે જૂનમાં એન્ટી-મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મિકેનિઝમને મજબૂત બનાવા માટે તેની સાથે કરવાનું વચન આપ્યું હતું. ગયા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવાના નિર્ણયની સાથે જ એફએટીએફ એ નિવેદન રજૂ કરીને કહ્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે આતંકને આર્થિક સમર્થન રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેના આધાર પર તેને હાઇ રિસ્કની શ્રેણીમાં રખાય છે.

22મીએ ફેબ્રુઆરી 2019¨ના રોજ તેના સમાપન રિપોર્ટમાં કહેવાયું હતું કે ટેરરિઝમ ફાઇનાન્સિંગ (આતંકને નાણાંકીય પોષણ) રોકવામાં પાકિસ્તાનને પૂરતી સમજનું પ્રદર્શન કર્યું નથી. દા-એશ (ISIS‚ અરેબિક નામ), જેયુડી, એફઆઇએફ, લશ્કર-એ-તૈયબા, જેઇએમ, અને તાલિબાન સાથે -જોડાયેલા આતંકી સંગઠનોના આર્થિક આધારને નબળો પાડવા માટે પાકિસ્તાને પર્યાપ્ત પગલાં ઉઠાવ્યા નથી.  એફએટીએફની તરફથી રજૂ કરવામાં આવેલી ચેતવણી પાકિસ્તાન માટે ખતરાની દ્યંટડી છે. જો એફએટીએફ ઇસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરે છે તો તેની સીધી અસર એ હશે કે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન સંપૂર્ણપણે એકલું પડી જશે. તેની અસર પાકિસ્તાનને આઇએમએફ અને વર્લ્ડ બેન્કમાંથી મળનાર સહાયતા પ્રાપ્ત કરવામાં પડી શકે છે.

(1:21 pm IST)