Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભારત બાલકોટ જેવો હુમલો ન કરે તો એર સ્પેસ ખોલીએ

ભારતે પુલવામાં હુમલા બાદ બાલાકોટમાં ત્રાસવાદી વિરૂધ્ધ કરેલી કાર્યવાહીથી પાક. ફફડેલું છે

નવી દિલ્હી, તા. રર : ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓ વિરૂદ્ઘ કરેલી કાર્યવાહીથી પાકિસ્તાન પોતાની એર સ્પેસ ખોલતા ડરી રહ્યુ છે. પાકિસ્તાનને ભય છે કે, ભારત ફરીવાર હુમલો કરી શકે છે. પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા ભારતના તમામ વિમાને પોતાનો રૂટ બદલ્યો છે. ત્યારે આ એર સ્પેસને ફરી ખોલવા પાકિસ્તાને કેટલીક શરતો મુકી છે.

પાકિસ્તાનનું કહેવુ છે કે, ભારત બાલાકોટ જેવો હુમલો ન કરે તો અમે પાકિસ્તાનના તમામ એર સ્પેસ ખોલવા માટે તૈયાર છીએ. બાલાકોટમાં કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાને ૨૬મી ફેબ્રુઆરીના રોજ તમામ એપ સ્પેસ બંધ કર્યા હતા. જેથી પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ૨૮મી જૂન સુધી એર સ્પેસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પાકિસ્તાન ફરીવાર ખોલી શકે છે.

આ સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે કહ્યું હતું કે સરકાર ર૮ જુને આ મુદ્દાની સમીક્ષા કરશે પરંતુ તેઓએ વધુ જાણકારી આપવાની મનાઇ કરી દીધી હતી. પાકમાં હાલના સૂત્રોનું કહેવું છે કે ઇસ્લામાબાદ ભારત પાસેથી બાલકોટ એરસ્ટ્રાઇડ જેવી ઘટનાને અંજામ ન આપવાના આશ્વાસનની રાહ જોઇએ રહ્યા છે.

(1:20 pm IST)