Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મ.પ્રદેશની ઘટના

જે દર્દીને ડોકટરોએ રાત્રે મૃત જાહેર કર્યો તે સવારે જીવતો મળ્યો

મધ્યપ્રદેશ, તા.૨૨:સાગરઃ મધ્ય પ્રદેશની એક જિલ્લા હોસ્પિટલમાં જે દર્દીને ડોકટરોએ રાત્રે મૃત જાહેર કર્યો હતો તે સવારે જીવતો મળ્યો. મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો તે દરમિયાન તે જીવતો મળ્યો. આ દ્યટના એમપીના સાગર જિલ્લાની સિવિલ હોસ્પિટલની છે. હોસ્પિટલ સંચાલકોએ આ દ્યટનાને ડોકટરની બેદરકારી ગણાવી અને કહ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

મળી રહેલી માહિતી મુજબ સાગર જિલ્લાના હોસ્પિટલમાં ગુરુવારે સારવાર દરમિયાન દર્દીને ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. શુક્રવારે સવારે જયારે તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાતો હતો ત્યારે તે જાણવા મળ્યું કે તે જીવે છે. આ અંગે પરિવારજનોએ હોસ્પિટલને ફરિયાદ કરી અને સીએમઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સીએમઓ ડો. આરએસ રોશને કહ્યું કે, આ ડોકટરોની બેદરકારી છે અને તેની તપાસ કરવામાં આવશે. જોકે કેટલાક જાણકારોનું માનવું છે કે કેટલાક કેસમાં ખાસ કરીને ન્યૂમોનિયામાં એવું થાય છે કે હ્રદયની ધબકારા સંભળાતા નથી અને ડોકટર દર્દીને મૃત જાહેર કરે છે. પાછળથી તેવા દર્દીઓ જીવીત મળી આવે છે.

 

(11:46 am IST)