Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઉત્તમ પહેલ

દિલ્હીમાં ઇ-કચરાનાં મળશે રૂપિયા

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં સ્વચ્છતા મિશન અંતર્ગત દરેક શહેર અને ગામને સ્વચ્છ રાખવા માટે છેલ્લા ૫ વર્ષથી ઝુંબેશ ઉપાડવામાં આવી છે જોકે હજુ સુધી આપણી સામાન્ય જનતા સ્વચ્છતાની બારખડી શીખી નથી. પરંતુ ઘરના કચરાની સાથે સાથે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ આપણી સામે એક બીજો પણ મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તે છે ઈ-કચરાનો પ્રશ્ન, આ કચરો આપણા રસોડાના કચરા કે ઘરના કરચા કરતા દ્યણો ખતરનાક છે. તેના રિસાઇકલિંગની તાતી જરુરિયાત વર્તાઈ રહી છે. આ સમયે હવે દેશની રાજધાની દિલ્હીમાં સરકારે એક પગલું આગળ ભરીને ઉત્ત્।મ પહેલની શરુઆત કરી છે.

રાજધાની દિલ્હીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી તમે તમારો ઈલેકટ્રોનિક કચરો કે જેને ઈ-વેસ્ટ પણ કહેવાય છે. સીધો જ વેચી શકશો અને તેના તમને રુપિયા પણ મળશે. તેમજ કોર્પોરેશને આ માટે વેબસાઈટ પર પણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. નવી દિલ્હીના નાગરિકો હવે સિટિઝન એપ ૩૧૧ ડાઉનલોડ કરીને આ સેવાનો લાભ ઉઠાવી શકશે.

નવી દિલ્હી કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગને લોકો ઈ-વેસ્ટ જેવા કારે બગડેલા ચાર્જરથી લઈને તૂટેલો ફોન અને દ્યરની કોઈ નકામી ઈલેકટ્રોનિક વસ્તુને જયાં ત્યાં ફેકી દે છે. જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. હવે લોકો દ્યરે બેઠા બેઠા ઈ-વેસ્ટનો નિકાલ યોગ્ય કરી શકશે અને તે માટે તેમને વળતર પણ મળશે આ માટે કોર્પોરેશને કેટલાક ઓથોરાઇઝડ રિસાયકલર સાથે કરાર કર્યો છે. બસ નાગરિકે એટલું જ કરવાનું રહેશે કે એપ અથવા વેબસાઈટ પર રજિસ્ટર કરી પોતાના ઇવેસ્ટની કિંમત જાણી લેવાની અને ત્યારબાદ રિસાયરકલરને ઘરે બોલાવવાનો ઓપ્શન મળશે જેને વેસ્ટ આપી દેતા એપમાં જણાવેલી કિંમત નાગરિકને મળી જશે.

(11:46 am IST)