Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જી-૨૦ સંમેલનમાં આતંકવાદ અને કાળા નાણાનો મુદ્દો ઉઠાવશે ભારત

જાપાનના ઓસાકામાં ૨૮ જુનથી શરૂ થશે સંમેલન

નવી દિલ્હી તા ૨૨  :  જાપાનના ઓસાકામાં ૨૮ જુનથી શરૂ થનાર જી-૨૦ દેશોના શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. ભારત આ સંમેલનમાં આતંકવાદ, કાળુનાણું,પર્યાવરણ,કલાયમેન્ટ ખાદ્ય સુરક્ષા અને વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુ.ટી.ઓ.) માં ફેરફાર જેવા મુદ્દાઓ જોરશોરથી ઉઠાવશે.

ભારતીયસ્વિદેશ મંત્રાલય અનુસાર જી-૨૦ શિખર સંમેલનમાં ભારતીય ટોચનું નેતૃત્વ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ કરશે. પ્રભુએ કહ્યું કે ભારત વૈશ્વિક મંચ પર આતંકવાદ સહિત પર્યાવરણ અને ખાદ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ ઉઠાવશે.

તેમણે  કહયું કે ડબલ્યુટીઓમા ં સુધારનો મુદ્દો પણ એજંડામાં સામેલ છે. અમારૂ માનવું છે કે, તેને મજબુત કરવાની જરૂર છે.તેને એવું સંગઠન બનાવવું જોઇએ કે તેના દ્વારા વૈશ્વિક વ્યાપારનું નિયમન થઇ શકે. આ ઉપરાંત ભાગેડુ આર્થિક અપરાધી, સામાજીક સુધારા યોજનાઓના મુદ્દાઓ પણ અમે ઉઠાવશું.

ઉલ્લેખનીય છે કે, શિખર સંમેલનના એજંડામાં મુકત વેપાર, આર્થિક વૃધ્ધિપ કાળું નાણું, વેપાર, ડીજીટલ અર્થવ્યવસ્થા, આાટીફીશ્યલ ઇન્ટેલીજન્સ, વેશ્વિક આરોગ્ય, સમુદ્રી પ્લાસ્ટીક કચરો, અને આતંકવાદના મુદ્દાઓ ચર્ચાશે. આ સંમેલનમાં  વાડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની શકયતાઓ છે. બીજીવાાર વડાપ્રધાન બન્યા પછી  મોદીની ટ્રમ્પ સાથે આ પહેલી મુલાકાત હશે. બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનાવવા માટે મોદી અને ટ્રમ્પની મુલાકાત પર દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થશે.ઙ્ગભારત, રશિયા અને ચીન જી-૨૦ સંમેલન ઉપરાંત ત્રિપક્ષીય બેઠકમાં પણ સામેલ થશે. સંમેલન સિવાય પણ બ્રિકસ દેશોના નેતાઓની અનોૈપચારિક બેઠક થશે અને અન્ય નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો થશે.

ગયા વર્ષે વડાપ્રધાન મોદી બ્યુનોસ ઓરિસમાં યોજાયેલ જી-૨૦ સંંમેલનમાં સામેલ થયા હતા. ત્રણ દિવસના આયોજનમાં તેમણે સાઉદી અરબના પ્રિન્સ મહમદ બિન સલમાન અઇ સઉદ, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ, જર્મન ચાંસેલર, એન્જેલા મર્કેલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેકો સાથે મુલાકાત કરી હતી. જી-૨૦ સંમલેનની શરૂઆત ૧૯૯૯માં થઇ હતી. સામાન્યરીતે તેને આર્થિક બજાર અને વિશ્વ આર્થવ્યવસ્થાના રૂપમાં જોવામાં આવે છે. (૩.૨)

 

(11:45 am IST)