Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સાંસદ નીધિનો દુરૂપયોગઃ દરેક સ્તરે ગેરરીતિ

રાજયસભાના ઉપસભાપતિ ખળભળાટ મચાવે છેઃ MPLAD હેઠળ સાંસદોને દર વર્ષે અપાતા ફંડના ઉપયોગમાં ગોલમાલઃ નરસિંહરાવ વખતમાં આ યોજના શરૂ થઇ હતીઃ હાલ સાંસદોને વિકાસ કાર્યો માટે વર્ષે મળે છે પ કરોડઃ સીએજી દ્વારા પણ આ અંગે થઇ છે ટીકા

નવી દિલ્હી તા. રર :.. રાજયસભાના ઉપસભાપતિ હરિવંશે સરકારને લખ્યું છે કે  PMLAD સ્કીમમાં દરેક સ્તરે ગેરરીતિ જોવા મળી છે. ગત લોકસભાના અંતમાં આંકડાકીય મંત્રાલય સાથે તેમણે આ સ્કીમ સાથે જોડાયેલી સમસ્યાઓ અંગે ચેતવણી જારી કરી હતી. ઇન્ડીયન એકસપ્રેસના એક અહેવાલ મુજબ હરિવંશ કે જેમાં PMLAD  ની સમિતિના અધ્યક્ષ પણ છે. તેમણે અનેક કેગ રિપોર્ટોની ટીપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

PMLAD  સ્કીમ ૧૯૯૩ માં નરસિંહરાવ સરકારે શરૂ કરી હતી. જેનો હેતુ સાંસદોને વ્યકિતગતરૂપે વિકાસકાર્યો માટે નાણા ઉપલબ્ધ કરાવવાનો હતો. સાંસદો ૧૯૯૪-૯પ અને ૧૯૯૭-૯૮ વચ્ચે વાર્ષિક ૧ કરોડ રૂપિયાના હકદાર હતાં તે પછી વાર્ષિક પાત્રતા વધારીને ર કરોડ રૂપિયા કરી દેવાઇ હતી. યુપીએ સરકારે ર૦૧૧-૧ર માં  પ્રતિ સાંસદ પ કરોડ રૂપિયા વાર્ષિક પાત્રતા કરી હતી. પણ સીએજીના રિપોર્ટ મુજબ આ ફંડનો ખોટી રીતે ઉપયોગ કરાયો છે. જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપરનો વિશ્વાસ પણ ઘટયો છે.

'ઇન્ડીયન એકસપ્રેસ'ના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીમાં હરિવંશે તત્કલીન PMLAD  મંત્રી સદાનંદ ગૌડાને પત્ર લખી ચિંતા વ્યસ્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમે એ બાબતની દાદ દઇ શકો છો કે PMLAD  યોજના રાષ્ટ્રીય સ્તર પર એક માત્ર યોજના છે. જેમાં સ્થાનીક સમુદાયો સમૂહો અને લોકોની ભાગીદારીની સાથે સાથે કાર્યો અને સુવિધાઓની ઓળખ માટે આ જરૂરી છે. જો કે આ યોજના વિવિધ કારણોથી સૌથી વધુ ટીકાપાત્ર બનેલી યોજનાઓમાંથી એક છે.

હરવિંશે લખ્યું છે કે, આ સ્કીમને દરેક સ્તરે લાગુ કરવાના મામલામાં મેં ઘણી પરેશાની જોઇ છે. ગત નવેમ્બરમાં PMLAD  સમિતિના રીપોર્ટના આધાર પર ઉપસભાપતિ હરિવંશે અનુભવ્યું કે આ સ્કીમ હેઠળ મળતા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ નથી થયો. લોકોના પૈસાનો દુરૂપયોગ થાય છે.

(11:41 am IST)