Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

૧૧ વર્ષના છોકરાનો ત્રણ વર્ષની છોકરી પર બળાત્કાર

આરોપી સગીરે બાળકીને મીઠાઈની લાલચ આપીને તેને પોતાના ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યુ હતું

દહેરાદૂનઃ દાલાનવાલા વિસ્તારમાં મંગળવારે એક એવી ઘટના સામે આવી હતી. જેના વિશે જાણીને પોલીસ સહિત દરેક લોકોને મોટો ઝટકો લાગ્યો હતો. આ વિસ્તારમાં ૧૧ વર્ષના એક સગીર છોકરાએ કથિત રીતે ૩ વર્ષની છોકરીનો બળાત્કાર કર્યો હતો. બુધવારે રાતે પોલીસે આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે આઈપીસીની કલમ ૩૭૬ અને પોકસો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ફરિયાદીના જણાવ્યાનુસાર આરોપી સગીરે બાળકીને મીઠાઈની લાલચ આપીને તેને પોતાના ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. પીડિત બાળકીની માતા લોકોના ઘરમાં કામ કરે છે. જયારે તેના પિતા રાજપુર રોડ પરની એક હોટલમાં કામ કરે છે.

મંગળવારે સવારે બન્ને કામ માટે દ્યરની બહાર નીકળા હતા ત્યારે તેમના ત્રણ બાળકો દ્યરે હતાં. જેમાં એક નવ વર્ષનો છોકરો, એક સાત વર્ષ અને બીજી ત્રણ વર્ષની છોકરી હતી. જે પછી તેના પાડોશમાં રહેતા આરોપીએ છોકરીને પોતાના દ્યરે બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જયારે પીડિત છોકરીની માતા દ્યરે પરત ફરી તો બાળકીએ તેને સમગ્ર દ્યટના વિશે જણાવ્યું. બાળકીની માતાએ જયારે આરોપી છોકરાને આ અંગે પૂછ્યું તો તેણે કબૂલ કર્યું કે તેણે બળાત્કાર કર્યો છે. જે પછી મહિલા બુધવારે દાલાનવાલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.

સિટી એસપી શ્વેતા ચૌબેએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે,'ગુરૂવારે બાળકીનું મેડિકલ ટેસ્ટ થયો છે. હવે તેનું નિવેદન શુક્રવારે દાખલ કરવામાં આવશે.' તેમણે એ પણ જણાવ્યું કે આ સમગ્ર મામલે બાલ કલ્યાણ સમિતિને જાણકારી આપવામાં આવી છે. આરોપી સગીર કિશોરને સુધારગૃહમાં મોકલવામાં આવ્યો છે અને પોલીસ આ મામલે તપાસ હાથ ધરી રહી છે.

(9:48 am IST)