Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

પત્નીને આપ્યા ટ્રિપલ તલાકઃ પતિ સામે ગુનો દાખલ

થાણે, તા.૨૨: પત્નીને ટ્રિપલ તલાક આપવા બદલ ભિવંડીના ૩૨ વર્ષના શખસ વિરુદ્ઘ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

પુત્રવધૂને દહેજ માટે ત્રાસ આપવા બદલ પરિવારના અન્ય ત્રણ સભ્ય સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મહિલાએ ગુરુવારે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પતિ આમીર મુખ્તાર આમીર મોમીને બે મહિના પહેલા ત્રણ વખત શ્નતલાકલૃકહીને છૂટાછેડા આપ્યા હતા, એમ થાણે પોલીસના પ્રવકતા સુખદા નારકરે કહ્યું હતું.

આ ફરિયાદને આધારે મોમીન વિરુદ્ઘ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી મહિલાના નિકાહ મે, ૨૦૧૬માં મોમીન સાથે થયા હતા અને તેમને ૧૮ મહિનાનો પુત્ર છે. નિકાહ બાદ સાસરિયાં દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપતા હતા. પુત્રવધૂને પ્રસૂતિ માટે તેના પિયર મુંબ્રા પાઠવાઇ હતી અને બાદમાં નોકરી માટે તેના પર દબાણ કરવામાં આવતું હતું.તે માંદી પડી ત્યારે સાસરિયાંએ તેને પાછી પિયર પાઠવી દીધી હતી અને ફ્રીઝ સહિત અનેક વસ્તુ પિયરેથી લાવવાનું તેને કહેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી, ૨૦૧૯માં પતિએ છૂટાછેડા માટે તેને નોટિસ પાઠવી હતી.પોલીસના કહેવા મુજબ એપ્રિલમાં મહિલા અને તેના પરિવારજનો મોમીનના દ્યરે તપાસ કરવા ગયા ત્યારે મોમીને ગાળો ભાંડી હતી અને ત્રણ વખત 'તલાક' બોલીને તેને છૂટાછેડા આપ્યા હતા.

મોમીન, તેની માતા અલીમુન્નીસા, બહેન ઉનેજા અને તેના પતિ ઝુબૈર અહમદ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હજી કોઇની ધરપકડ કરાઇ નથી.

(9:47 am IST)