Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રાહુલ ગાંધીના વિવાદી ટ્વીટ બાદ ભારે હોબાળો : અમિતભાઇ શાહ અને રાજનાથસિંહે ઝાટકી નાખ્યા

યોગ દિવસે મજાક કરીને સૈનિકોનું અપમાન કર્યું :સેનાના સન્માનીય સભ્ય અને સુરક્ષામાં યોગદાન આપનારનું અપમાન કરનારને ભગવાન સદબુદ્ધિ આપે

 

નવી :દિલ્હી આંતર રાષ્ટ્રીય યોગ દિવસે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો અને ટ્વીટર યુદ્ધ છેડાયુંહતું  ટ્વીટ પર ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ સહિત તમામ ટોચના નેતાઓએ કડક શબ્દોમાં નિંદા કરી આકરા પ્રહારો કર્યા હતા.

 

    રાહુલ ગાંધીએ એક તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું કે ન્યૂ ઇન્ડિયા, તસવીરમાં સેનાના જવાન ડોગ સાથે યોગ કરતાં નજર આવી રહ્યાં છે. રાહુલ ગાંધીએ બે તસવીરો પોસ્ટ કરી, તસવીરોમાં સૈનિક ડોગ સામ સામે બેસી યોગ કરી રહ્યાં છે.

 

   ટ્વીટ પર અમિતભાઈ  શાહે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી, તેઓએ લખ્યું કે કોંગ્રેસની નકારાત્મકતા સામે આવી રહી છે, લોકસભામાં ત્રણ તલાક બિલ રજૂ થયું ત્યારે પણ કોંગ્રેસની નકારાત્મકતા દેખાઇ હતી, હવે યોગ દિવસે પણ મજાડ ઉડાવવામાં આવી રહી છે. તેઓ આપણા સૈનિકોનું અપમાન કરી રહ્યાં છે.

    રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીજી, ભારતીય સેનાનો સમ્માનીય સભ્ય છે અને આપણા રાષ્ટ્રની સુરક્ષામાં યોગદાન આપે છે. તેઓએ કહ્યું કે જ્યારે કોઇ વારંવાર આપણી સેનાનું અપમાન કરે છે તો એક પ્રાર્થના કરી શકાય કે ભગવાન સદબુદ્ધિ આપે.

(8:43 am IST)