Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મુંબઈમાં કાર ચાલાક યુવતીએ છ લોકોને અડેફેટે લીધા :રિક્ષા સહિત બે ટુવ્હીલરને પણ ટક્કર મારી

ધારાવી ટ્રાફિક સિગ્નલ પર બ્રેકને બદલે એક્સીલેટર દબાવી દેતાં કાર દોડવા લાગી

 

મુંબઈમાં એક કાર ચાલાક યુવતીએ લોકોને અડફેટે લીધા હતા લોકો ઉપરાંત વાહનોને પણ ટક્કર મારી હતી શહેરનાં સૌથી ભીડભાડવાળો ધારાવી વિસ્તારમાં  કારે અચાનક 6 લોકોને ટક્કર મારી દીધી હતી. કારને એક 19 વર્ષીય યુવતી ચલાવી રહી હતી.

  સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જેમાં યુવતીએ ધારાવી ટ્રાફિક સિગ્નલ પર બ્રેકનાં સ્થાને એક્સીલેટર દબાવી દેતાં કાર અચાનક દોડવા લાગી હતી અને 6 લોકોને જોરદાર અડફેટે લઇ લીધાં હતાં. કારે સૌ પ્રથમ એક ટુ વ્હીલર અને ત્યાર બાદ રોડ પર ચાલતાં કેટલાંક લોકોને તેમજ રિક્ષા સહિત બે ટુવ્હીલરને પણ અડફેટે લઇ લીધાં હતાં.

  યુવતીએ કાર ભાડે લીધી હતી અને તે પોતાનાં મિત્રો સાથે ફરવા માટે બાન્દ્રા જઈ રહી હતી. તેવાં સમયે દુર્ઘટના ઘટી હતી. મહત્વનું છે કે દુર્ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી હતી અને જેમાં 2 વ્યક્તિની હાલત તો ગંભીર જોવાં મળી રહી છે.

(1:27 am IST)