Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ખાદીના ટ્રેડમાર્કનો ભંગ કરનારી કંપનીઓ સામે ખાદી-ગ્રામોદ્યોગ કમિશન લડાયક મૂડમાં

૨૨૨ કંપનીઓ અને સંગઠનોને કાનૂની નોટિસ ફટકારી

નવી દિલ્હી:ખાદીના ટ્રેડમાર્કનો ભંગ કરનારી કંપનીઓ સામે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને (KVIC) તેની લડત તેજ બનાવી ફેબ ઇન્ડિયા અને બીજી 200 કંપનીઓ દ્વારા ખાદી શબ્દના મંજૂરી વગર ઉપયોગ સામે KVIC લડત આપશે.

  ખાદી-ગ્રામોદ્યોગ કમિશન દ્વારા  ‘ખાદી’ ઉપરાંત KVICએ ‘હાથવણાટ’, ‘હેન્ડલૂમમાં વણાયેલ’, વગેરે શબ્દનો પણ મંજૂરી વગર ઉપયોગ ન કરવા કંપનીઓને કહ્યું છે. સરકારી એજન્સીના આ પગલા સામે ઉદ્યોગનાં જૂથો નારાજ છે. ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને ૨૨૨ કંપનીઓ અને સંગઠનોને કાનૂની નોટિસ ફટકારી છે.

  KVIC એ ખાદી માર્ક રજિસ્ટ્રેશન માટેની એકમાત્ર ઓથોરિટી છે. તેની માંગ છે કે ખાદી શબ્દનો ઉપયોગ કરવાના અધિકાર ખરીદવા માટે કંપનીઓએ નાણાં ચૂકવવા જોઈએ. એક રિટેલરે કહ્યું કે KVICએ લાઇસન્સધારક કંપનીઓને આવી પ્રોડક્ટ માટે દર મહિને લઘુતમ ગેરંટેડ રકમ વસૂલવા કહ્યું છે. એજન્સીએ કહ્યું કે આ પગલું ન્યાયોચિત છે.

   KVICના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે, “ખાદી હાથવણાટની (હેન્ડવૂવન) હોય છે, હેન્ડસ્પન હોય છે અને તેને હેન્ડલૂમમાં પણ વણાટ કરવામાં આવે છે. KVICએ ખાદી માર્ક રેગ્યુલેશન રજૂ કર્યું છે જે પ્રમાણે ખાદીના કોઈ પણ ઉત્પાદક કે વેચાણકારે તેને KVIC પાસેથી તે મેળવવું પડે, ઘણી ખાનગી સંસ્થાઓએ ‘હેન્ડવૂવન’, ‘હેન્ડસ્પન’, હેન્ડલૂમમાં વણાયેલા શબ્દનો ઉપયોગ કર્યો છે જેથી ગ્રાહકોને લાગે છે કે તેઓ જે ફેબ્રિક ખરીદે છે તે ખાદી છે. ”

  સક્સેનાએ કહ્યું કે ગ્રાહકો અને ગ્રામીણ કારીગરોને રક્ષણ આપવા માટે આ પહેલ કરવામાં આવી છે. બનાવટી ખાદી અને નોન-ખાદી પ્રોડક્ટ આ રીતે વેચાય તેનાથી કારીગરોની રોજગારીને અસર થાય છે. આ દિશામાં વધુ પગલાં લેવામાં આવશે.

  કંપનીઓ અને લોબી ગ્રૂપે કહ્યું કે ‘હેન્ડવૂવન’ (હાથવણાટ) અને અન્ય શબ્દો સામાન્ય રીતે પ્રચલિત છે અને તેમાં ઘણા અર્થ સમાવિષ્ટ છે. ઓલ ઇન્ડિયા આર્ટિસન્સ એન્ડ ક્રાફ્ટવર્કર્સ વેલફેર એસોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મધુર દત્તાએ જણાવ્યું કે, “ખાદીને હેન્ડવૂવન અને હેન્ડ-પન ફેબ્રિક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હાથવણાટ એ સ્વયં ઘણો વ્યાપક અર્થ ધરાવતો શબ્દ છે, જેમાં ઘણાં પરંપરાગત હેન્ડલૂમ ઉત્પાદનો આવી જાય છે.”

  AIACA એ KVICની દલીલની સમીક્ષા કરવા અભ્યાસ શરૂ કર્યો છે જે ઓગસ્ટમાં પૂરો થશે. સક્સેનાએ કહ્યું કે KVICની પહેલને સફળતા મળી રહી છે. તેણે 2,238 સંસ્થાઓને ખાદી માર્ક પ્રમાણપત્રો આપ્યાં છે, જેમાં ભારતની કેટલીક મોટી કંપનીઓ જેવી કે રેમન્ડ, આદિત્ય બિરલા રિટેલ અને અરવિંદ મિલ્સનો સમાવેશ થાય છે.

KVIC અને એથનિક વેર રિટેલર ફેબ ઇન્ડિયા વચ્ચે ‘ખાદી’ માર્કના ઉપયોગ અંગે 2015થી ટક્કર ચાલે છે. તે સમયે ફેબ ઇન્ડિયાને એક પત્ર લખીને ખાદી શબ્દનો મંજૂરી વગર ઉપયોગ ન કરવા જણાવાયું હતું.

તે સમયે આ પ્રશ્ન ઉકેલાયો ન હતો. તેથી સરકારી એજન્સીએ તાજેતરમાં ફેબઇન્ડિયા સામે બોમ્બે હાઈ કોર્ટમાં કેસ કરીને ફેક્ટરીમાં બનેલા ગાર્મેન્ટને ખાદીના નામે વેચવા બદલ ₹535 કરોડના નુકસાનનું વળતર માંગ્યું હતું. ખાદીનું વેચાણ છેલ્લા એક વર્ષમાં 25 ટકા વધીને ₹2,509 કરોડ સુધી પહોંચ્યું છે.

(11:50 pm IST)
  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટા : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સાંજે વરસાદનુ આગમન થતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. : નરોડા,નારોલ,વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા.વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી હતી. access_time 7:30 pm IST

  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST