Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

આતંકવાદીઓનો ઉકેલ લાવવા બાળપ્રયોગની નીતિ નથી પરંતુ હત્યારા સામે ટક્કર લેવી એ કાયદો વ્યવસ્થાનો મુદ્દો:અરૂણ જેટલી

કોઈપણ ફિદાયીન મરવા અને મારવા ઈચ્છે તો શું સરકારે આતંકવાદીઓ સામે સત્યાગ્રહ કરવો ?

નવી દિલ્હી:જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા સેના સજ્જ છે ત્યારે કેટલીક વખત માનવાધિકારના નામે કાગારોળ કરતા : કોંગ્રેસ અને માનવાધિકાર સંગઠનોની ઝાટકણી કાઢતા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, આત્મસમર્પણ કરવાનો ઇન્કાર કરનારા આતંકવાદીઓનો ઉકેલ લાવવા માટે બળ પ્રયોગની નીતિ નથી પરંતુ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. માટે રાજનીતિક સમાધાન આવે તેની રાહ જોઇ શકાય તેમ નથી. જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગ્યા બાદ કોંગ્રેસનાં નેતાઓએ આશંકા વ્યક્ત કરી કે તેનાં કારણે કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે બળપ્રયોગની નીતિ અખતીયાર કરવામાં આવશે

   જેટલીએ ફેસબુક પર લખ્યું કે, ક્યારે ક્યારે આપણે એવી બાબતોમાં ફસાઇ જતા હોઇએ છીએ જે આપણે તૈયાર કર્યા હોય છે. એવી એક કહેવત છે કાશ્મીરમાં બળ પ્રયોગની નીતિ. એક હત્યારાની સામે ટક્કર લેવી કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. તેનાં માટે રાજનીતિક સમધાનની રાહ જોઇ શકાય તેમ નથી. શું સરકારે હવે આતંકવાદીઓ સામે સત્યાગ્રહ કરવો જોઇએ

  જેટલીએ સવાલ ઉઠાવ્યો કે, કોઇ પણ ફિદાયીન મરવા માટે તૈયાર રહે છે, તેઓ લોકોને પણ મારવા ઇચ્છે છે. તો શું તેનાંથી સત્યાગ્રહનો પ્રસ્તાવ આપીને ઉકેલવામાં આવી શકે છે ? જ્યારે તેઓ હત્યા કરવા માટે આગળ વધી રહ્યા હોય તો શું સુરક્ષા દળોને તેમને તેમ કહેવું જોઇએ કે તેઓ મેજ સુધી આવે અને તેમની સાથે વાત કરે

  જેટલીનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે થોડા દિવસો પહેલા ભાજપે જમ્મુ કાશ્મીરમાં પીડીપીની સાથે પોતાનું ગઠબંધન તોડી દીધું. ફળ સ્વરૂપ ત્યાની સરકાર પડી ભાંગી અને રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું. પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં બળ પ્રયોગથીપરિસ્થિતી વણસી શકે છે અને સુલહ એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે, નીતિ ખીણમાં સામાન્ય નાગરિકની રક્ષા કરવા, તેને આતંકથી આઝાદી અપાવવા તથા સારા જીવન અને વાતાવરણ પ્રદાન કરી હોવી જોઇએ.

  તેમણે કહ્યું કે, ભારતની સંપ્રભુતા અને નાગરિોકનાં જીવન જીવવાનાં અધિકારની રક્ષા સર્વોપરિ હોવી જોઇએ. જેટલીએ અફસોસ પ્રકટ કર્યો કે વામ ચરમપંથી વિચારધારાનાં લોકોનાં વર્ચસ્વ વાળા પ્રમુખ માનવાધિકાર સંગઠનોએ તેને નિર્દોષ નાગરિકોનાં માનવાધિકારોથી વંચિત કરવા અંગેની ચર્ચા ક્યારે પણ નથી કરી છે કે જે તેમની હિંસાનો શિકાર છે. તેમણે કહ્યું કે, સુરક્ષાકર્મચારીઓની નિર્મમ હત્યા પર તેમની આંખોમાંથી હજી આંસુ નથી નિકળ્યા.

  ભલે કોંગ્રેસ પાર્ટી ઐતિહાસિક અને વૈચારિક દ્રષ્ટીથી એવા માનવાધિકાર સંગઠનોની વિરુદ્ધ રહી હોય પરંતુ રાહુલ ગાંધીનાં હૃદયમાં તેમનાં પ્રત્યે સહાનુભૂતિ જરૂરી છે. રાહુલ ગાંધીને જેએનયૂ અને હૈદરાબાદમાં વિઘટનકારી નારા લગાવનારા લોકોનો સાથ આપવામાં કોઇ પછતાવો નથી

   જેટલીએ કહ્યું કે, આપ, તૃણમુલ જેવા દળોનાં રાજનીતિક દુસ્સાહસિયો અને તેના જેવા લોકોને બસ સંગઠનોમાં રાજનીતિક તકની રાહમાં રહે છે. તેઓ માનવાધિકાર સંગઠન ભૂમિગત સંગઠનોનાં બાહ્ય નકાબ છે. જે વ્યવસ્થામાં તેઓ વિશ્વાસ ધરાવે છે ત્યાં જીવન, આઝાદી, સમાનતા અને સ્વતંત્ર ભાષણ માટે કોઇ સ્થાન નથી. અસલમાં ત્યાં ચૂંટણી અથવા સંસદીય લોકશાહી માટે કોઇ સ્થાન નથી. મંત્રીએ કહ્યું કે કાશ્મીરની ખોટી કાશ્મીર નીતિના સૌથી મોટા પીડિતોમાંથી એક કાશ્મીર ખીણનાં લોકો છે. ગત્ત ત્રણ વર્ષથી આતંકવાદી એપ્રીલ, મે અનેજૂનનાં મહિનાઓમાં પોતાની ગતિવિધિઓ વધારે છે જેથી પર્યટન સીઝનમાં ખીણની આર્થિક જીવન રેખા પંગુ થઇ જાય

  જેટલીએ કહ્યું કે, તેઓ કોર્ટને આતંકિત કરે છે, તેઓ સંપાદકોની હત્યા કરે છે, તેઓ નિર્દોષ નાગરિકોને મારે છે. તેઓ અન્ય ધર્મવલંબિયોને પોતાનો ધર્મ પાલન નથી કરવા દેતા. કાશ્મીરનાં નાગરિકોનાં માનવાધિકારોને કોણ ખતરામાં નાખી રહ્યું છે ? તેનો જવાબ સ્પષ્ટ છે કે તેઓ આતંકવાદી અને જેહાદીઓ છે જેમણે એવું ક્રયું છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં પોતાનાં નિર્દોશ નાગરિકોની રક્ષા કરવા માટે પોતાનાં સુરક્ષાકર્મચારીઓને લગાવવામાં ભારે કિંમત ઉઠાવે છે. કેટલાક સુરક્ષાકર્મચારીઓ શહીદ થઇ ગયા છે.

(10:30 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST

  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST

  • અમદાવાદનાં પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝાપટા : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં આજે સાંજે વરસાદનુ આગમન થતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. : નરોડા,નારોલ,વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા.વરસાદ પડતા બફારામાંથી લોકોને રાહત મળી હતી. access_time 7:30 pm IST