Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ગુલામનબી આઝાદનું નિવેદન બેજવાબદાર, શરમજનક અને સેનાનું મનોબળ તોડનારૂં: પૂર્વ મુખ્‍યમંત્રીની આ ટિપ્પણીથી પાકિસ્‍તાન રાજી થશેઃ રવિશંકર પ્રસાદના આક્ષેપો

નવી દિલ્હીઃ ભાજપે  જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદના સૈન્ય ઓપરેશનમાં આતંકવાદીથી વધુ સામાન્ય  લોકોના મોતના નિવેદનની આલોચના કરતા કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા  રવિશંકર પ્રસાદે આઝાદના નિવેદનને બે-જવાબદાર, શર્મજનક અને સેનાનું મનોબળ તોડાનારૂં  જણાવતા કહ્યું કે, પૂર્વ સીએમની આ ટિપ્પણીથી સૌથી વધુ પાકિસ્તાન ખુશ હશે. 

પ્રસાદે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું, આઝાદની આ ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. તે શું કહેવા ઈચ્છે  છે? તે શું સંકેત આપી રહ્યાં છે? કોંગ્રેસ પાર્ટી દેશને તોડનારા સાથે ઉભી રહી ગઈ છે. કોંગ્રેસના એક  તેવા નેતા આ નિવેદન આપી રહ્યાં છે જે જમ્મૂ-કાશ્મીરના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે, જેણે કાશ્મીરમાં  આતંકવાદના ડંખને ઝેલ્યો છે. સરહદ પર સેના અને સુરક્ષાદળોના જવાન શહીદ થાઈ છે. તેમણે કહ્યું  કે, આઝાદનું નિવેદન લશ્કર-એ-તોઈબા જેવા સંગઠનને પણ સમર્થન કરી રહ્યો છે. પ્રસાદે કહ્યું કેલશ્કરના પ્રવક્તા અબ્દુલ્લા ગજનવીએ નિવેદન જારી કરી કહ્યું, અમારો વિચાર આઝાદના વિચારની  જેમ છે. તેમણે કહ્યું કે, સેના ચીફ બિપિન રાવત અને રક્ષા પ્રધાન નિર્મલા સીતારમનના શદીહ  ઔરંગજેબના ઘરે જવાને આઝાદ ડ્રામા કહે છે. તેનાથી ખરાબ બીજી શું વાત હોઈ શકે. 

ભાજપના નેતાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોજના કાશ્મીરના આઝાદીવાળા નિવેદન પર નિશાન  સાધ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચીફ રાહુલ અને સોનિયા આ નિવેદનનો જવાબ આપે. મહત્વનું છે કેસોજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કાશ્મીરના લોકોની પ્રથમ પ્રાથમિકતા આઝાદી મેળવવી છેપરંતુ તે જરૂર છે કે કાશ્મીરના લોકો પાકિસ્તાન સાથે તેનો વિલય કરાવવા ઈચ્છતા નથી. 

સૈફુદ્દીન સોજે કાશ્મીરના ઈતિહાસ અને વર્તમાન સાથે જોડાયેલું એક પુસ્તક લખ્યું છે, જેનું જલ્દી વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકમાં સોજે પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફના તે નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે, જો મતદાનની સ્થિતિઓ થાય તો કાશ્મીરના લોકો ભારત કે પાક સાથે જવા કરતા એલલા અને આઝાદ રહેવાનું પસંદ કરશે. 

રવિશંકરે કહ્યું કે, કોંગ્રેસ દેશવિરોધીઓ સાથે ઉભી રહી ગઈ છે. તેમણે કહ્યું, રાહુલ જેએનયુમાં જઈને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે ઉભા રહે છે. સર્જિકલ સ્ટ્રાઇક પર ખૂનની દલાલીનું નિવેદન આવે છે. કોંગ્રેસનું આજનું નેતૃત્વ માત્ર નરેન્દ્ર મોદી વિરોધ અને ભાજપનો વિરોધ કરી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આઝાદે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, કેન્દ્રની દમનકારી નિતિનું સૌથી વધુ નુકસાન સામાન્ય જનતાને થયું છે. એક આતંકીને મારવા માટે 13 નાગરિકોને મારી નાખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, હાલના આંકડા પર નજર કરો તો સેનાની કાર્યવાહી નાગરિકો વિરુદ્ધ વધુ અને આતંકીઓ વિરુદ્ધ ઓછી થઈ છે. ઘાટીની સ્થિતિ ખરાબ થવાનું મુખ્ય કારણ તે છે કે મોદી સરકાર વાતચીત કરવાની ઉપેક્ષા કાર્યવાહી કરવામાં વધુ વિશ્વાસ કરે છે. તેવું લાગે છે કે હંમેશા હથિયારનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 

રાજ્યસભામાં નેતા વિપક્ષે કહ્યું, કાર્યવાહીને ઓપરેશન ઓલઆઉટ કહેવું, આ સ્પષ્ટ જણાવે છે કે, મોટા જનસંહારની યોજના બની રહી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે, તે એવું નથી કહેતા કે આ મામલાને વાતચીતના માધ્યમથી ઉકેલવામાં આવશે. જ્યારે આખા વિશ્વએ જોયું કે અમેરિકા અને ઉત્તર કોરિયાએ પોતાના મુદ્દાને વાતચીતથી હલ કર્યો. 

(5:27 pm IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • બોટાદ પંથકમાં વરસાદ ; પાળીયાદ,તરઘડા લાઠીદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ;મોડીસાંજે હવામાનમાં પલટો ;ધરતીપુત્રોમાં હરખની હેલી :ગરમીમાં રાહતથી લોકોમાં ખુશીનો માહોલ access_time 1:10 am IST

  • મેહુલીયાએ બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં કરી હાઉકલી : ભારે પવન સાથે પડ્યો વરસાદ : ગરમીથી લોકોને મળી રાહત access_time 5:39 pm IST