Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

IRCTCનું નીલગિરિ રેલવે પેકેજઃ ૪,૪૦૦ રૂપિયામાં ફરો ઉટી

માઉન્ટેન રેલવેની મજા માણો

નવી દિલ્હી, તા.૨૨: શું તમે દાર્જિલિંગ અને શિમલામાં ટોય ટ્રેનની મજા માણી છે? જો હા, તો એવો જ અથવા તો તેનાથી પણ વધારે સારો અનુભવ કરી શકો છે નીલગિરી માઉન્ટેન રેલવેમાં મુસાફરી દરમિયાન, જે તમિલનાડુના કુન્નુરથી ઉટી વચ્ચે ચાલે છે. ઉટી અને કુન્નુર દક્ષિણ ભારતના બે સૌથી ફેમસ હિલ સ્ટેશન્સ છે. અને બંનેને જોડે છે વરાળથી ચાલતી આ માઉન્ટેન રેલવે. દાર્જિલિંગની હિમાલયન રેલવેની સાથે નીલગિરી માઉન્ટેન રેલવેને પણ યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરી છે.

૪૬ કિલોમીટર લાંબી નીલગિરી માઉન્ટેન રેલવે તમિલનાડુની એકમાત્ર મીટર-ગેજ રેલવે ટ્રેક છે. જેનો નિર્માણ પ્રસ્તાવ અંગ્રેજોના શાસનમાં ૧૮૫૪માં મૂકવામાં આવ્યો હતો. પરંતુ પર્વતીય વિસ્તારમાં નિર્માણ દરમિયાન આવતી મુશ્કેલીઓના કારણે ૧૮૯૧માં ટ્રેક બનવાનું કાર્ય શરૂ થયું, જેને પૂરા થતાં ૧૮ વર્ષ લાગ્યા. ૧૯૦૮માં બનીને તૈયાર થયો.

ઉટીને કિવન ઓફ હિલ સ્ટેશન કહેવામાં આવે છે. નીલગિરી ઉટીની રાજધાની છે અને ભારતના સૌથી ફેમસ ટૂરિસ્ટ રિઝોર્ટ્સ પૈકીનું એક છે. નીલગિરીનો અર્થ થાય છે વાદળી પર્વતો. સમુદ્ર તટથી ૨,૨૪૦ મીટરની ઉંચાઈ પર આવેલી આ જગ્યાના ખૂબસુરત દ્રશ્યો મનમોહક છે. જો તમારે પણ આ સુંદર દ્રશ્યો જોવા હોય તો ત્ય્ઘ્વ્ઘ્ તમને માત્ર ૪,૪૦૦ રૂપિયામાં ઉટી અને કુન્નુર બંને સ્થળોનો પ્રવાસ કરાવશે.

મેટ્ટુપલ્લયમ રેલવે સ્ટેશનથી દર શનિવારે નીલગિરી માઉન્ટેન ટ્રેન ઉપડે છે. ટ્રેનના સ્ટાન્ડર્ડ કલાસમાં ત્રિપલ ઓકયુપેંસીના આધારે વ્યકિત દીઠ ૪,૪૦૦ રૂપિયા છે. ડબલ ઓકયુપેંસીના આધારે વ્યકિત દીઠ ૫,૫૦૦ રૂપિયા જયારે સિંગલ ઓકયોપેંસીમાં વ્યકિત દીઠ ૯,૭૦૦ રૂપિયા છે. જો તમારું ૪-૬ લોકોનું ગ્રુપ હશે તો વ્યકિત દીઠ ભાડું આનાથી પણ ઓછું થશે. આ ટૂર પેકેજમાં ૨ દિવસ નીલગિરી માઉન્ટેન ટ્રેનની જર્ની સિવાય નોન-એસી વાહનમાં બાયરોડ મુસાફરી, ઉટીની હોટલમાં એક રાત રહેવાનું અને બ્રેકફાસ્ટ સામેલ છે.

(4:11 pm IST)
  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST

  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST

  • ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધડાકો: લોકો ધરની બહાર દોડી ગયા : ધોકડવાના આસપાસના ગામો સહીત ગીર જંગલમા ભેદી ધડાકાનો અવાજ સંભળાયો: લોકોના જણાવ્યા પ્રમાણે આકાશથી પસાર થઈ રહેલ વિમાન નિકળી રહ્યુ હતુ ત્યાંરે થયો ભેદીધડાકો: ધોકડવાના અબાની ધાર વિસ્તારમા લોકોના મકાનનો સેલ્બ તેમજ નળીયા વાળા મકાનના નળીયા પણ હલબલી ગયા access_time 6:57 pm IST