Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

આન્તરરાષ્ટિય યોગ દિવસે નિયમ કરો : નો યોગ - નો બ્રેકફાસ્ટ

કેનેડામાં સમણ શ્રુતપ્રજ્ઞજીની નિશ્રામાં યોગ કાર્યક્રમ

સમણ શ્રુતપ્રજ્ઞ જીની અમેરિકા અને કેનેડાની ધર્મ યાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમ્યાન તેઓ 19 જૂન થી 25 જૂન સુધી વેનકૂવર - બ્રિટિશ કોલંબિયાના પ્રવાસે છે. આજે 21 જૂન અંતરરાષ્ટિય યોગ દિવસ પ્રસંગે 

બર્નબી હિન્દૂ મંદિરમાં  અનેક સાધકો અને સાધિકાઓને  સાંજે 5.30 થી 6.00 સુધી યોગાભ્યાસ અને ધ્યાનનો પ્રયોગ કરાવ્યો હતો. નૂતન ઠાકુરના નેતૃત્વ હેઠળ આ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત એમને  લક્ષ્મી નારાયણ મંદિર, સરી -  બ્રિટિશ કોલંબિયામાં ખુલ્લા પ્રાંગણમાં અનેક સાધકોને યોગાભ્યાસ કરાવ્યો હતો અને કહ્યું હતું કે, ' ભારત પાસે દુનિયાને એકપૉર્ટ કરવાની એક અદ્ભૂત વિદ્યા છે અને તે યોગ વિદ્યા છે. એમને કહ્યું કે યોગ માત્ર આજે યોગ દિવસના સમયે જ કરવાની વસ્તુ નથી, આ રોજ બ્રશ કરીએ એમ જીવનના એક રોજિંદા ભાગ રૂપે વણી લેવાની વસ્તુ છે. યોગ કરવામાં આળસ આવે તો એક નિયમ બહુ જ મદદ રૂપ થઇ શકે અને તે એ કે - 'નો યોગ - નો બ્રેકફાસ્ટ', જે દિવસે યોગ ન કરો એ દિવસે નાસ્તો નહિ કરવાનો - એવો નિયમ કરી લો તો યોગ નિયમિત થશે. મંદિરના પ્રમુખ સતિષભાઈએ સમણજીનું સ્વાગત કર્યું હતું અને ટ્રસ્ટી શ્રી વિનય ભાઈ અગ્રવાલે શૉલ ઓઢાડી એમનું સન્માન કર્યું હતું. અશ્વિનપ્રજ્ઞ જીએ શ્રુતપ્રજ્ઞજીનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમ આયોજનમાં જૈન સમાજનો સહયોગ રહ્યો હતો અને મહેન્દ્રભાઈ મહેતાએ સમણ શ્રીની યાત્રાની વ્યવસ્થા ગોઠવી હતી.

(4:06 pm IST)