Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રેલ્વેમાં કરોડો રૂપિયાના ટિકિટ કૌભાંડનો પર્દાફાશ

એના માટેની સ્પેશ્યલ બુકીંગ સીસ્ટમમાં ઘાલમેલ કરીને કરોડોના ગોટાળાનો રક્ષા વિભાગના સ્ટાફ પર આરોપ

લખનૌ. તા.૨૨ : રેલ મંત્રાલયમાં ર કરોડ રૂપિયાનો બુકિંગ બહાર આવ્યો છે. રેલ્વેની તપાસમાં જાણવા મળ્યુ છે કે લખનૌ કેન્ટોનમેન્ટમાં આર્મી માટે જ બનાવાયેલ ખાસ બુકીંગ સગવડનો દુરૂપયોગ કરીને બે કરોડ નો ચુનો લગાડવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેએ આ કેસની તપાસ કરવા માટે સીબીઆઇને કહ્યુ છે. તો આર્મી પણ  આ મામલાની આંતરીક તપાસ કરી રહી છે.

જણાવી દઇએ કે એક વિશેષ સમજૂતી અનુસાર રેલ્વે આર્મીને ટીકીટો આપે છે. આરોપો એવો છે કે લખનૌ કોન્ટોન્ટમેન્ટના આર્મી  અધિકારીઓએ ટીકીટ બુકીંગ સોફટવેરમાં ગરબડ કરીને કૌભાંડ કર્યુ છે. સીબીઆઇ કરાયેલ ફરીયાદમાં લખનૌમાં રીઝર્વેશન કાઉન્ટર પર બેસતા રક્ષા વિભાગના સ્ટાફને આ કૌભાંડમાં સામેલ ગણાવાયા છે.

રેલ્વેની તપાસમાં જાણવા મળ્યુ કે ટીકીટબારી પર બેઠેલા લોકોએ પેસેન્જર રીઝર્વેશન સીસ્ટમમાં એક પી એન આર નંબર  બનાવીને  તેને  ઝીરો વેલ્યુ ટીકીટ નંબર નાખાવામાં આવ્યો રેલ્વે  અને  આર્મી વચ્ચેની સમજુતી પ્રમાણે પહેલેથી જ ખરીદેલ ટીકીટો પર પી એન આર નંબર અને મુસાફરી ની ડિટેઈલ્સ હોય છે. આ કેસમાં ઓપરેટર દ્વારા ખોટુ કામ થયા પછી ટીકીટો  પ્રીન્ટ કરવાનો કમાંડ અપાય છે. પણ પ્રિન્ટરને સ્વીચઓફ કરીને પ્રીન્ટ નથી કાઢવામાં આવતી . આમ ટીકીટ તો અડધી અથવા આખી ખાલી બહાર આવે છે. ત્યાર  પછી ટીકીટ પર મુસાફરી ની ડીટેલ્સ  અને ભાડાની રકમ હાથેથી લખવામાં આવતી હતી. તેના પર લખનૌ આર્મી કોન્ટેનમેન્ટ રીઝર્વેશન કાઉન્ટરનો સીક્કો મારવામાં આવતો અને તે ટીકીટ મનગમતા લોકોને  વેચવામાં આવતી આ ટીકીટ મુસાફરી દરમ્યાન માન્ય રહેતી અને ખોટી રીતે મુસાફરી કરતા પેસેન્જરને કોઇ તકલીફ ન થતી.

રેલ્વેના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ હતુ કે ીકીટ વેચીને મેળવેલ રકમ રીઝર્વેશન કાઉન્ટર પર બેસેલ વ્યકિત હજમ કરી  જતો હતો. તપાસમાં ખુલ્યુ છે કે ડીસેમ્બર ૨૦૧૬ થી ડીસેમ્બર ૨૦૧૭ દરમ્યાન આવી ૭૦૦૦ ટીકીટો વેચાઇ હતી. આ બનાવ પછી રેલ્વે અને આર્મીએ નકકી કર્યુ છે કે આવતા છ મહિનામાં  હવેથી આવી ખાસ બુકીંગ બારીઓ બંધ કરાશે.  ત્યાર પછી આર્મીની જરૂરીયાત માટે ટીકીટ વ્યવસ્થા ઓન લાઇન કરી દેવાશે . આ પ્રણાલી લાગુ થયા પછી ટીકીટની પ્રીન્ટ દેખાડવાની પ્રથા  પણ નાબુદ થઇ જશે. (૧૭.૬)

(4:11 pm IST)