Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

દહેરાદૂનમાં પીએમ મોદીના યોગ સ્થળ પર 73 વર્ષીય સુધા મિશ્રાનું મોત

યોગ કરતી વખતે સ્થળ પર જ બેભાન થઈને પડી ગયા.:સારવાર દરમિયાન મોત

દહેરાદૂનમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 73 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ છે જ્યાં પીએમ નરેન્દ્રભાઈ  મોદીએ મોટી સંખ્યામાં લોકો સાથે યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃધ્ધ મહિલાનું નામ સુધા મિશ્રા હતુ. જે યોગ કરતી વખતે સ્થળ પર જ બેભાન થઈને પડી ગયા. ત્યારબાદ તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયુ.

(12:39 pm IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST

  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST