Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું : ઓઇલ અને આઇટી કંપનીના શેરમાં સુધારો : મેટલમાં પ્રોફિટ બુકીંગ

મુંબઈ :શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ નવ પોઇન્ટના ઘટાડે ૩૫,૪૨૨, જ્યારે એનએસઇ નિફ્ટી આઠ પોઇન્ટના ઘટાડે ૧૦,૭૩૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૫૩ પોઇન્ટ તૂટી હતી. કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ સેક્ટર ડાઉન જોવા મળ્યા હતા, જ્યારે આઇટી શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

એચડીએફસી, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં એક ટકા સુધીનો સુધારો નોંધાયો હતો, જ્યારે રિલાયન્સ, કોલ ઇન્ડિયા, સન ફાર્માના શેરમાં ૧.૨૦ ટકા સુધીનો શરૂઆતે ઘટાડો જોવા મળ્યો હતો.
   ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ જેવી કે બીપીસીએલ, ગેઇલ, આઇઓસી, ઓએનજીસી કંપનીના શેરમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી.

(12:18 pm IST)