Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સરકારી બેંકોનાં મર્જરનું કાઉન્ટડાઉન શરૂ

વિલયનો ફેંસલો તુરતમાં: ૩ - ૪ મહિનામાં ૪ સરકારી બેંકો એકબીજામાં ભળી જશેઃ ૧૩ બેંકોના વડાઓ સાથેની બેઠકમાં ચર્ચા થઈઃ હવે વધુ વિલંબ નહિ

નવી દિલ્હી, તા. ૨૨ :. સરકારના હવે પછીના એજન્ડામાં બહુ જ ખરાબ સ્થિતિમાં આવી ગયેલ સરકારી બેંકોના એકીકરણનો છે. બે દિવસ પહેલા કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલ અને ૧૩ સરકારી બેંકોના પ્રમુખો વચ્ચે થયેલી મીટીંગમાં જે રીતે આ બાબતે ચર્ચા થઈ તેનાથી એ વાત સાફ થઈ ગઈ છે. આ બાબત સરકારના એજન્ડામાં છે અને હવે સરકાર તેને વધારે સમય સુધી ટાળવા નથી માગતી. બેઠકમાં થયેલી ચર્ચાની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવુ છે કે બધુ બરાબર રહેશે બેંક વિલયના પહેલા પગલાની જાહેરાત બહુ જ જલ્દી થશે. પહેલા ચરણમાં ચાર બેંકોના વિલયની જાહેરાત થશે. જેમાં બે મોટી અને બે નાની સરકારી બેંકો હશે.

ગોયલ નાણામંત્રીનો વધારાનો હોદ્દો સંભાળ્યા પહેલાથી જ આ બાબતે સંકળાયેલા છે. ઓકટોબર ૨૦૧૭માં કેન્દ્ર સરકારે નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં એક વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને કોલસા અને રેલ્વે પ્રધાન પિયુષ ગોયલને પણ સભ્ય બનાવાયા હતા.

આ ત્રણ મંત્રીઓએ જ બેંકોના વિલીનીકરણનો નિર્ણય લેવાનો હતો. ગોયલનું જ સૂચન હતુ કે, ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશકુમાર બેંક વિલીનીકરણ પર એક વિસ્તૃત પ્રેઝન્ટેશન બનાવે. ધ્યાનમાં રહે કે ગયા વર્ષે જ એસબીઆઈમાં તેની પાંચ સબ્સીડરી બેંકો અને ભારતીય મહિલા બેંકનું વિલીનીકરણ કરાયુ હતું. એસબીઆઈ ચેરમેને પોતાના પ્રેઝન્ટેશનમાં દર્શાવ્યુ કે તેમની બેંક માટે વિલીનીકરણનો નિર્ણય સફળ સાબિત થયો છે. બેઠકમાં સામેલ બધા બેંકર એ વાત પર સહમત હતા કે વિલીનીકરણ એ હાલની પરિસ્થિતિમાં સાચુ પગલુ છે.

બેંકીંગ ક્ષેત્રના સૂત્રોનું કહેવુ છે કે સરકારની અંદર આ બાબતે બધા પાસાઓની ચર્ચા થઈ ચુકી છે અને આમા કોઈ રાજનૈતિક વિવાદ નહીં ઉભો થાય. યુપીએ સરકાર અને તેના પહેલાની વાજપેયી સરકારના કાર્યકાળમાં પણ વિલીનીકરણની વાત આગળ વધી હતી પણ કોઈને કોઈ કારણે પરિણામ સુધી નહોતી પહોંચી. સરકારનું માનવું છે કે વિલીનીકરણ દ્વારા બેંકોનું કદ વધવાથી તેની આર્થિક મજબુતી વધશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષની શરૂઆતમાં કહ્યું હતુ કે, ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં તે ત્રણ ચાર બેંકોને ભેગી કરીને એક મોટી બેંક બનાવવાનું કામ પુરૂ કરશે. કદાચ હવે તે કામ આવતા બે ત્રણ મહિનામાં પુરૂ થશે.(૨-૬)

(11:57 am IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST

  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST