Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હેડ કોન્સ્ટેબલે SPને પત્ર લખીને કહ્યું- 'મારે પત્નીને મારવી છે પરમીશન આપો'

નવી દિલ્હી તા. ૨૨ : છત્તીસગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજયના રાયગઢ જિલ્લામાં એક પોલીસકર્મીએ પત્ર લખીને પોતની પત્નીની મારપીટ કરવાની મંજૂરી માગી છે. પોલીસકર્મી ત્યાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો છે.

ઘટના એવી છે કે, આગામી ૨૫ જૂને છત્તીસગઢ પોલીસમાં તૈનાત કર્મચારીઓના પરિવાર રાજધાની રાયપુરમાં ઘરના આપવા જઇ રહ્યાં છે. આ મામલે પોલીસ આલમ અને ગૃહ મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે. સરકાર કોશિશ કરી રહી છે કે પોલીસકર્મી પોતાના પરિવારોને ત્યાં જવાથી રોકે.

આને લઇને રાયગઢ જિલ્લમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ સંજય કુમારે જિલ્લાના પોલીસ અધિક્ષકને એક પત્ર લખ્યો છે. જેમાં તેને લખ્યું છે કે તેની પત્ની એક મોટા રાજકીય પરિવાર સાથે સંબંધ રાખે છે. તે પત્નીની સલાહથી જ બધા કામો કરે છે, પણ તેની પત્ની રાયપુરમાં ૨૫ જૂને યોજાનારા પોલીસ પરિવાર ધરનામાં સામેલ થવા માંગે છે

સંજયે લખ્યું કે, તે નથી ઇચ્છતો કે તેની પત્ની ત્યાં ઘરના પ્રદર્શનમાં જાય, એટલા માટે ત્યાં જતી રોકવા માટે તેની સાથે મારપીટ કરવી આવશ્યક છે. પણ તેના પરિવારના રાજકીય હોલ્ટથી મને ડર છે કે તેના (હેડ કોન્સ્ટેબલ સંજય) વિરુદ્ઘ કેસ ના કરી દે.

પ્રાર્થના પત્રમાં છેલ્લે લખ્યું છે કે, એટલા માટે પોતાની પત્નીને ડરાવવા ધમકાવવા અને તેની સાથે મારપીટ કરવાની મંજૂરી આપવામાં આવે. આ પત્ર રાયગઢ જ નહીં પણ આખા રાજયમાં ચર્ચાનો વિષય બન્યો છે. પત્રની એક તસવીર સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ રહી છે. જોકે આ પ્રાર્થના પત્રના વિષયમાં એસપીએ શું કાર્યવાહી કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.(૨૧.૧૧)

(11:59 am IST)