Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શત્રુધ્ન સિંહા કોંગ્રેસનો હાથ ઝાલશે!

ભાજપથી નારાજ છે શોટગનઃ નોર્થ ઇસ્ટ દિલ્હીથી કોંગ્રેસની ટિકીટ ઉપર ચૂંટણી લડશે

નવી દિલ્હી તા. રર :.. ભાજપાથી નારાજ થયેલા સંસદ સભ્ય શત્રુધ્ન સિંહા કોંગ્રેસનો હાથ પકડે તેવું લાગે છે. સુત્રોનો  દાવો છે કે બિહારી બાબુ ર૦૧૯ ની લોકસભા ચૂંટણી કોંગ્રેસી ટીકીટ પર દિલ્હી નોર્થ ઇસ્ટ બેઠક પર લડશે. બિહારી બાબુ પોતાની દાવેદારી પાકી કરવા સીનીયર કોંગ્રેસી નેતાઓના સંપર્કમાં પણ છે. શત્રુધ્ન સિંહાના કોંગી ઉમેદવાર બનવાથી નોર્થ ઇસ્ટ બેઠક પર બેય પુર્વાંચલી ઉમેદવાર વચ્ચેની ટકકર રસપ્રદ બનશે. અત્યારે આ બેઠક ભાજપના પુર્વાચલી નેતા મનોજ તિવારી પાસે છે.

એટલું જ નહીં સુત્રો પ્રમાણે તો આપ પણ આ બેઠક પર કોઇ પુર્વાંચલી ઉમેદવાર ઉભો રાખવાના પ્લાનીંગમાં છે. જો આવુ થશે તો આ બેઠક પર ત્રણ પુર્વાંચલી ઉમેદવારની ટક્કર જોવા મળશે. જો કે હાલમાં તો શત્રુધ્ન સિંહા બીહારના પટના સાહેબના ભાજપી સાંસદ છે, પરંતુ ઘણા સમયથી તે પક્ષથી નારાજ છે. એટલે જયારે પણ મોકો મળે છે. ત્યારે તે મંચ પરથી મોદીની નીતિના વિરોધમાં બોલતા હોય છે.

જો કે કોંગ્રેસી નેતાઓ આ સમગ્ર બાબતે મૌન રાખીને બેઠા છે. આપ સાથે ગઠબંધનની વાત કોંગ્રેસે તરત જ નકારી હતી પણ આ બાબતે તેના મૌનનો અર્થ સૂચક મનાઇ  રહ્યું છે. (પ-૧૦) 

(10:48 am IST)
  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • છોટા ઉદયપુરમાં તેજ ગઢમાં વરસાદનું આગમન : છેલ્‍લા દોઢ કલાકથી વરસાદ વરસી રહ્યોના વાવળ : વીજળી ગુલ થયાની પણ ફરીયાદ નોંધાઇ access_time 11:13 pm IST