Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

પત્નીઓની ચિંતા ઓછી : હવે પતિદેવોને બેંગકોક - પટાયા નહીં મધ્ય એશિયાની ટૂર

બેંગકોકની નાઇટ લાઇફ અને મસાજ હવે ભૂતકાળ : કોર્પોરેટ ટૂર માટે કંપનીઓનું મધ્ય એશિયા તરફ વલણ

મુંબઇ તા. ૨૨ : પ્રાઇવેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને બોનસ અને તેમણે કરેલી સારી કામગીરી બદલ વિદેશ ટૂર કરાવવાનો એક ખાસ ચીલો છે. માટાભાગે કંપનાની સીનિયર્સ અને મોટા એજન્ટ્સને ઇન્સેન્ટિવ તરીકે કરાવાતી આ ટૂર્સ માટે ફેવરિટ ડેસ્ટિનેશ પૂર્વ એશિયાના દેશ થાઇલેન્ડના શહેર બેંગકોક-પટાયા છે.પરંતુ અહીંની નાઇટ લાઇફ અને મસાજ પાર્લરના કારણે આ શહેરોની ટૂર પણ ઘણી વિવાદમાં રહી છે.

જેથી કરીને હવે કેટલીક કંપનીઓએ પોતાની ઇન્સેન્ટિવ ટૂર્સ માટેના ડેસ્ટિનેશન ચેન્જ કરી થાઇલેન્ડના સિટી જેવા જ સુંદર અને લગભગ તેની આસપાસના જ બજેટમાં સમાવિષ્ટ થઈ જતા મધ્ય એશિયાના શહેરો પર નજર દોડાવી છે. આ ડેસ્ટિનેશનનું મુખ્ય ફાયદો એ છે કે અહીં બેંગકોક-પાટાયાની જેમ નાઇટ લાઇફ તો છે પરંતુ ન્યુસન્સ અને અભદ્ર મસાજ પાર્લર્સ નથી.

સીરામિક, સીમેન્ટ, પ્લાયવુડ અને ફાર્મા કંપનીઓ પોતાની ઇન્સેન્ટિવ ટૂર માટે મધ્ય એશિયાના દેશો જે પહેલા સોવિયેત યુનિયનમાં આવતા હતા. જેવા કે કિર્ગિસ્તાનની રાજધાની બિશેક, ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ અને અઝરબાઇજાન જેવા શહેરો અત્યારે હોટસ્પોટ બની રહ્યા છે. રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કોર્ડિનેટરનો વ્યવસાય કરતા પ્રતિક ઝિંઝુવાડિયાએ કહ્યું કે, 'કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના શહેરોમાં પ્રવાસીઓને એટલી જ સુવિધા અને જોવાલાયક સ્થળો છે પરંતુ અહીં એકવાત સારી છે કે બેંગકોકની જેંમ કેટલાક દૂષણ નથી.'

જોકે સામાન્ય રીતે બેંગકોક-પટાયા કરતા મધ્ય એશિયાની ટૂર થોડી મોંઘી પડે છે. જેમ કે એક વ્યકિત દિઠ બેંગકોકની ૪ દિવસની ટૂરના રુ.૫૦૦૦૦ થાય છે ત્યારે મધ્ય એશિયાનના શહેરની આવી જ ટૂર માટે પ્રતિ વ્યકિત રૂ.૬૦૦૦૦ જેટલો ખર્ચ આવે છે. ટૂર ઓપરેટર્સનું કહેવું છે કે થોડો ખર્ચ વધુ આવતો હોવા છતા અનેક કંપનીઓ હવે આ નવા ડેસ્ટિનેશનને પ્રમોટ કરી રહી છે.ટૂર ઓપરેટર્સ મુજબ દર વર્ષે ગુજરાતમાંથી ૯૦૦૦૦ લોકો કોર્પોરેટ ટૂર પર વિદેશ ફરવા જાય છે. જે પૈકી ૪૦-૫૦ ટકા લોકોએ હવે તેમની નજર મધ્ય એશિયાના શહેરો તરફ દોડાવી છે કેમ કે અહીંના નયનરમ્ય સ્થળો અને સુંદર કલ્ચર લોકોને આકર્ષી રહ્યું છે. તેવી જ રીતે પ્રવાસનો સમયગાળો પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમકે દિલ્હીથી તાશ્કંદ હવાઈ મુસાફરી ફકત ૩ કલાકની જ છે.(૨૧.૮)

 

 

(10:48 am IST)
  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • રણવીર-દીપિકા 10 નવેમ્બરે કરશે લગ્ન? : મુંબઇમાં વહેતી થયેલી વાતો અનુસાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 10 નવેમ્બર, 2018ના રોજ લગ્ન કરશે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. જેમાંનું એક ફંક્શન દીપિકાના હોમટાઉન બૅન્ગલોરમાં યોજાશે. બન્નેનાં લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે થશે. થોડા દિવસ પહેલાં દીપિકા પોતાની મમ્મી સાથે મુંબઈની એક દુકાનમાં જોવા મળ્યા બાદ ફરી એક વાર તેમનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. access_time 5:44 pm IST