Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

આકાશ અંબાણીને શ્લોકા મહેતાની સગાઇમાં પ્રર્ફોર્મ કરશે શાહરૂખખાન

મુંબઇ તા ૨૨ : બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાપીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇ ૩૦ જુને થવાની છે. આ ફંકશનમાં દેશના ટોચના બિઝનેસમેન અને બોલીવુડની અનેક સેલિબ્રિટીઝ સામેલ થશે આ સગાઇના ફંકશનને બોલીવુડના કિંગ શાહરૂખ ખાન હોસ્ટ કરશે અને એમાં તેનો એક સ્પેશ્યલ પર્ફોમન્સ પણ રાખવામાં આવશે.

શાહરૂખ ખાન અંબાણિ પરિવારના સોૈથી નજીકના મિત્રોમાંનો એક છે અને આ પરિવારના ઘણાં પ્રસંગોમાં તે અચુક હાજર હોય છેે. આકાશ શ્લોકાની રિન્ગ સેરેમની અંબાણીના એન્ટિલિયા નિવાસ્થાને જ થવાની છે.

ગોવામાં મુકેશ અને નીતા અંબાણીના દીકરા આકાશ અનેહીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકાનું પ્રી-એન્ગેજમેન્ટ ફંકશન યોજાયું હતું અન ેતેમાં પણ શાહરૂખ ખાન ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ હાજર હતી. (૩.૪)

(10:47 am IST)