Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બેંગ્લુરૂની કૂતરીએ ૨૧ બચ્ચાઓને આપ્યો જન્મ : વર્લ્ડ રેકોર્ડ

બેંગ્લોર તા. ૨૨ : અમેરિકાની પિટબુલ ટેરિયર પ્રજાતિની એક કૂતરીએ ૨૧ બચ્ચાઓને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ કૂતરીનું નામ ઈવા છે. બેગ્લુરૂમાં તે સ્થાનિકો માટે એક સેલિબ્રિટી જેવું પદ ધરાવે છે. બેગ્લુરૂના એક વેપારી સીતશ એસ. એક ડોગ બ્રીડર છે. તેમના ઘરે ઈવાએ ૩૬ કલાકમાં ૨૧ બચ્ચાઓને જન્મ આપ્યો હતો જેમાંથી ૧૭ બચ્ચાઓ જીવીત છે. સતીશે જણાવ્યું હતું કે, ઈવા અને અન્ય પિટબુલ ડોગ ગબ્બરને ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવ્યા હતા. એ સમયે તેની ઉંમર ૪ વર્ષની હતી. ઈવા માટે ૧૦.૫ લાખ જયારે ગબ્બર માટે ૨૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ડોગની આ પ્રદાતિ ૧૨થી ૧૩ બચ્ચાઓને જન્મ આપે છે. પરંતુ પ્રથમ વખત કોઇ પિટબુલે ૨૧ બચ્ચાઓને જન્મ આપ્યો છે. જે એક આશ્ચર્યની વાત છે. આઠ લોકોએ બચ્ચાઓને ખરીદવા માટે કોન્ટેસ્ટ કર્યો હતો જેમાં પ્રત્યેક બચ્ચાની કિંમત ૧.૫ લાખ રૂપિયા છે.(૨૧.૮)

(10:46 am IST)